ઔરંગઝેબની કબરનો વિવાદ વકર્યો: નાગપુરમાં હિંસા, પથ્થરમારો, DCP સહિત અનેક ઘાયલ

  • March 17, 2025 10:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રના નાગપુરના મહલ વિસ્તારમાં સોમવારે સાંજે ઔરંગઝેબની કબરના વિવાદને લઈને બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. વિશ્વ હિન્દુ પરિષદે ઔરંગઝેબના પુતળાનું દહન કર્યું હતું, ત્યારબાદ અફવા ફેલાઈ હતી કે વિરોધીઓએ પૂતળાની સાથે ધાર્મિક પુસ્તક પણ બાળ્યું હતું. આ કારણે બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો, અને ઘણા વાહનોમાં તોડફોડ અને આગ લગાડવામાં આવી હતી.


પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા

હોબાળો મચાવનારા લોકોને રોકવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ ઘટનામાં નાગપુરના ડીસીપી અને એક પોલીસકર્મી સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને વહીવટીતંત્રને સહયોગ આપવા અપીલ કરી છે અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા જણાવ્યું છે.


નાગપુરના ડીસીપી અર્ચિત ચાંડકે કહ્યું કે આ ઘટના ગેરસમજને કારણે બની હતી અને પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. તેમણે લોકોને બહાર ન નીકળવા અને પથ્થરમારો ન કરવા અપીલ કરી છે. કેટલાક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે અને તેમના પગમાં પણ ઈજા થઈ છે. હાલમાં નાગપુરમાં તંગદિલી પ્રવર્તી રહી છે, પરંતુ પોલીસ દ્વારા શાંતિ જાળવવાના પ્રયાસો ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application