કડચલા પકડવા બાબતનો ઝઘડો થયો : ૬ શખ્સ સામે ફરીયાદ : નાગના સીમમાં યુવાન પર હથિયારોથી હુમલો : રીક્ષામાં ઘર પાસે લઇ જઇને ધમકી દીધી
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અને ફીસિંગ કરતા એક યુવાન પર મોડી સાંજે ૬ શખ્સો તૂટી પડયા હતા, અને તિક્ષણ હથીયાર વડે હુમલો કરી જીવલેણ ઇજા પહોચાડી હતી, ઇજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવ બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું, આ અંગે છ સામે હત્યા પ્રયાસની ફરીયાદ નોંધાવવામાં આવી છે જયારે નવા નાગના સીમમાં માછીમારી બાબતનો ખાર રાખીને વાઘેર યુવાન પર હુમલો કરી રીક્ષામાં ઘર પાસે લઇ જઇને ધમકી દીધાની સાત સામે ફરીયાદ દાખલ થઇ છે.
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અને માછીમારી કરતા અસગર કાસમભાઇ સંઘાર નામના ચાલીસ વર્ષીય યુવાન પર બેડી બંદર રોડ પર મોડી સાંજે ૬ જેટલા શખ્સો તૂટી પડ્યા હતા, અને તિક્ષણ હથીયાર હુમલો કરી દેતાં લોહી લુહાણ થઈને ઢળી પડ્યો હતો. તેને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ બનાવ અંગે માધાપર ભુંગામાં રહેતા અબુ આદમભાઇ સુભણીયાએ સીટી-બીમાં બેડીના શબીર કાસમ છરેચા, અનવર હાજી છરેચા અને ચાર અજાણ્યા ઇસમો સામે આઇપીસી કલમ ૩૦૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦(બી) તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી. આરોપીઓના સગા ફીરોજ ગંઢાર સાથે ઇજાગ્રસ્ત અસગરભાઇ સંઘાર તથા તેના કાકાના દીકરાને કડચલા પકડવા બાબતે બોલાચાલી-ઝઘડો થયો હતો જેનો ખાર રાખીને આરોપીઓએ પુર્વ આયોજીત કાવતરુ રચી બેડેશ્ર્વર રસ્તે અગાઉથી છરીઓ ધારણ કરી ગેરકાયદે મંડળી રચી ફરીયાદી તથા અસગરભાઇ ત્યાથી મોટરસાયકલ સાથે નીકળતા તેઓને રોકયા હતા.
દરમ્યાન આરોપીઓએ છરીના ઘા અસગરભાઇને માથા અને પેટના ભાગે ઝીંકી જીવલેણ ઇજા કરી હતી અને અજાણ્યા ચાર શખ્સોએ આડેધડ ઘા મારી એકબીજાને મદદગારી કરી હતી.
બીજા બનાવમાં ગુલાબનગર વાંજાવાસમાં રહેતા માછીમાર ફીરોજ દાઉદભાઇ ગંઢાર (ઉ.વ.૪૫) નામના યુવાને બેડી મરીન પોલીસમાં અબ્બાસ ભગાડ, અસગર સંઘાર, કારો સંઘાર તથા તેની સાથેના પાંચ અજાણ્યા શખ્સો રહે. બધા માધાપર ભુંગા જામનગરની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૪૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ કરી હતી.
ફરીયાદી તથા આરોપીઓ નવા નાગના સીમમાં લક્ષ્મી સોલ્ટ પાસે ખાડીમાં માછીમારી કરતા હોય જે આરોપીઓને ગમતુ ન હોય અને તેમણે ફરીયાદીને સોલ્ટ પાસે માછીમારી કરવા ના પાડી હોય જે બાબતનો ખાર રાખી ગઇકાલે નાગના સીમમાં ફરીયાદી તેના માછીમારીના હુડકા બાંધવા ગયેલ હોય ત્યારે આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી અપશબ્દો બોલી હથિયાર સાથે ઘસી આવી ફરીયાદી ફીરોજભાઇને ઢીકાપાટુનો માર માર્યો હતો, પાઇપ વડે હુમલો કરી પગમાં ઘા ઝીંકી દીધો હતો અને ફરીયાદીને ગેરકાયદે અટકાયત કરી રીક્ષામાં આરોપીના લતામા ઘર પાસે લઇ જઇ મારી નાખવાની ધમકી દીધી હતી. આ ફરીયાદના આધારે મરીન પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech