શહેરમાં હજુ ગઈકાલે જ ગુનાખોરી આચરનારા શખસોને કાયદાનું ભાન કરાવવા માટે તેના મકાનો ઉપર પોલીસે બુલડોઝર ફેરવી કડૂસલો બોલાવી દીધો હતો જેના કાટમાળ પણ હજુ હટ્યા નથી ત્યાંજ શેરીમાં સ્કૂટર ધીમે ચલાવવા બાબતે યુવકે ઠપકો આપતા બે શખસોએ છરીના આડેધડ ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ જોતા હજુએ પોલીસનો ભય ગુનેગારો પર પેઠો નથી એ આ જીવલેણ હુમલાના બનાવોને જોતા સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.
શહેરના અંકુર વિદ્યાલય મેઈન રોડ પર આવેલી ભોલેનાથ સોસાયટી શેરી નં-02માં રહેતા ઘુસાભાઇ ગીગાભાઇ જાદવ (ઉ.વ.35)ના ગઈકાલે રાત્રીના સાડા દશેક વાગ્યે ઘર પાસે ઉભા હતા ત્યારે મનીષ લોધા ત્યાંથી ઍક્સેસ સ્કૂટર લઈને પુરપાટ ઝડપે નીકળતા ઘુસાભાઈએ તેને ઉભો રાખી તું કેમ ગાડી સ્પીડમાં ચલાવે છે, અહીં શેરીમાં નાના બાળકો રમતા હોય છે, આથી મનીષએ તું અમને કહેવા વાળો કોણ ? આખી ગાળો આપી ઝગડો કરવા લાગ્યો હતો. તેને ગાળો આપવાની ના પાડતા વધુ ઉશ્કેરાઈ તેને ફોન કરી માસીસાઈ ભાઈ ઋત્વિક ઉર્ફે દાદુ લોધાને ફોન કરી બોલાવતા એ પણ ત્યાં આવી ગયો હતો અને બંને ઝગડો કરવા લાગ્યા હતા. ઋત્વિકે ઘુસાભાઈને પકડી રાખ્યા હતા અને મનીષે નેફામાંથી છરી કાઢી આડેધડ ઘા ઝીકવા લાગતા યુવકને પીઠના ભાગે ગંભીર જીવલેણ ઇજા થતા લોહી લુહાણ થયા હતા. દેકારો થતા આસપાસના લોકો ભેગા થઇ જતા બંને શખ્સો ભાગી ગયા હતા. ઘવાયેલા યુવકને અર્ધબેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે જીવલેણ ઇજા હોવાનું જણાવ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયા નગર પોલીસને જાણ કરતા પોલીસે યુવકના પત્ની સોનલબેન (ઉ.વ.32)એ મનીષ લોધા અને ઋત્વિક ઉર્ફે દાદુ લોધા સામે ફરિયાદ નોંધાવતા હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબ્રિટની સ્પીયર્સે પ્રાઇવેટ જેટમાં સિગારેટ સળગાવી, લોકોએ મચાવ્યો હંગામો
May 24, 2025 12:03 PM20 વર્ષીય Rasha Thadani's neck tattoo becomes a topic of discussion
May 24, 2025 12:00 PMસુનીલ શેટ્ટીની 'કેસરી વીર'ની દહાડ ફીકી પડી
May 24, 2025 11:57 AMકાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયાનો અલગ અંદાઝ પ્રભાવિત ન કરી શક્યો
May 24, 2025 11:56 AMબળાત્કારનો કેસ નોંધાયા પછી એજાઝ ખાન ફરાર, પોલીસને લોકેશન મળતું નથી
May 24, 2025 11:55 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech