જેતપુરમાં ગોંદરા વિસ્તારમાં ગાળો બોલવા બાબતે ટપારતા યુવાન પર ચાર શખસોએ પાઇપ વડે હત્પમલો કરી દીધો હતો.દરમિયાન યુવાનના બચાવવા આવેલા અન્ય ત્રણ વ્યકિતઓ પર પણ આ શખસોએ હત્પમલો કરી તેમને મારમાર્યેા હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી જેતપુર સિટી પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી ત્રણ આરોપીને ઝડપી લીધા હતાં.
હત્પમલાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,જેતપુરમાં ચાપરાજની બારી ગોંદરા વિસ્તારમાં રહેતા દિલિપ ઉર્ફે લાલો મામૈયાભાઇ લુણી(ઉ.વ ૩૧) નામના યુવાને જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અનિલ નારણભાઇ રાઠોડ, ચીરાગ નારણભાઇ રાઠોડ, કરશન ઉર્ફે કસો પરબતભાઇ રાઠોડ અને અમરા પરબતભાઇ રાઠોડના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી અનિલ રાઠોડ યુવાનની માતાને ગાળો આપતો હોય જેથી યુવાને તેને ગાળો નહીં આપવાનું કહેતા તે એકદમ ઉશ્કરોઇ ગયો હતો અને બાદમાં આ આરોપીઓએ એકસપં કરી યુવાન પર પાઇપ વડે હત્પમલો કરી દીધો હતો.જેથી યુવાનને બચાવવા કાળુભાઇ ડાયાભાઇ, રણજીતભાઇ કાળુભાઇ, સુરેશ કાળુભાઇ વચ્ચે પડતા આ શખસોએ તેમને પણ પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી.
જે અંગે યુવાનની ફરિયાદ પરથી જેતપુર સિટી પોલીસે આ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.પોલીસે આરોપી અનિલ, કરશન, અમરાને ઝડપી લીધા હતો જયારે આરોપી ચીરાગ રાઠોડ હાથ લાગ્યો ન હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ જી.બી.જાડેજા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech