સણોસરામાં રહેતા રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ ચેતનભાઇ શરસીયા પર ગામમાં જ રહેતા શખસે ૨૬ મી જાન્યુઆરીએ પાઇપ વડે હૂમલો કર્યેા હતો.જેમાં પ્રમુખને હાથમાં ફ્રેકચર થઇ ગયું હતું.આ અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
રાજકોટના કુવાડવા પાસે આવેલા સણોસરા ગામે રહેતાં રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનભાઇ ચંદ્રેશભાઇ કથીરીયા (ઉ.વ.૩૫) ઉપર ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સવારે ગામના ગેઇટ નજીક જ ગામના ઇલ્યાસ રહીમભાઇ શેરસીયાએ લોખંડના પાઇપથી હત્પમલો કરી માર મારતાં પગમાં અને હાથમાં ઇજા થતાં કુવાડવા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
બનાવ અંગે ચેતનભાઇ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ૨૬ જાન્યુઆરીએ સવારના આઠેક વાગ્યે ગામમાં આવેલ સણોસરા પ્રાથમિક શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ હોય યાં ધ્વજવંદન કરી ૧૧ વાગ્યા આસપાસ તેઓ ગામમાં રહેતા ડાયાભાઈ ધનજીભાઈ ફાંગલીયા બંને બાઈકમાં સણોસરા ગામના ગેટ પાસે પહોંચ્યા હતાં.અહીં ગામમાં જ રહેતો ઇલ્યાસ બાઇક લઇ અહીં ઊભો હતો અને ચેતનભાઇ કઈં સમજે તે પૂર્વે તેના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે મારવા લાગ્યો હતો જેથી ચેતનભાઇએ હાથ આડો રાખતા હાથમાં પાઇપનો ઘા લાગી ગયો હતો અને તે કહેવા લાગ્યો હતો કે તારે ગામની બહત્પ હવા છે તેમ કહી ગાળો આપી પાઇપ વડે પગમાં મારવા લાગ્યો હતો અને કહેતો હતો કે આજે તો તને મારી જ નાખવો છે.
દરમિયાન ફરિયાદીના કૌટુંબિક દર્શનભાઈ, હાર્દિકભાઈ તથા મહેશભાઈ સહિતનાઓ અહીં આવી તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા તેમજ ગામના લોકો પણ ભેગા થઈ જતા ઇલ્યાસ અહીંથી બાઈક લઈને જતો રહ્યો હતો. બાદમાં ચેતનભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમના અંગૂઠામાં ફ્રેકચર થયું હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ તેમણે આ અંગે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી ઇલ્યાસ શેરસિયા સાથે તેઓને અગાઉ માથાકૂટ થયું હોય જે અંગે તેમના ભાઈના પત્નીએ ફરિયાદ કરી હતી. જે બાબતનો ખાર રાખી અવારનવાર ફરિયાદીના ધર પાસે આવી બાઈકના હોર્ન મારી ઇલ્યાસ પરેશાન કરતો હતો. દરમિયાન ગઇકાલે અહીં ગેટ પાસે બોલાચાલી કરી ઝઘડો કરી પાઇપ વડે હત્પમલો કરી દીધો હતો.
બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીઆઇ બી. પી. રજયા, પીએસઆઇ આઇ. એ. ભટ્ટી, હેડકોન્સ. લક્ષમણભાઇ મહાજન સહિતે હોસ્પિટલે પહોંચી ચેરમેન ચેતનભાઇ કથીરીયાની ફરિયાદ પરથી આરોપી ઇલ્યાસ વિધ્ધ બીએનએસની કલમ ૧૧૫ (૨), ૧૧૭ (૨), ૩૫૨, જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech