વડિયાના ખજૂરી ગામે પ્રેમ પ્રકરણમાં યુવતિને ભગાડી જઈ પ્રેમ લ કરી લેતા તેનો ખાર રાખી વિસાવદર રહેતા યુવતિના પરિવારના સભ્યો સહીત ૧૧ જેટલા શખ્સોએ વાહનમાં આવી યુવકના ઘરમાં ઘુસી ધોકા પાઇપ વડે હત્પમલો કરી વાહનના કાચ અને ઘરમાં ગોરા સહિતની વસ્તુઓ તોડી નાખી નુકશાન કયુ હતું. શખ્સોને સમજાવવા જતા યુવકના માતાને ધોકો મારી લેતા ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે વડિયા પોલીસે યુવકના ભાઈ રણજિત વિનુભાઈ સરસૈયા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી હરી કાનાભાઇ ગમારા, ધુંધા ભરવાડ, દેવશી ગોબરભાઇ ખીટ, મામકુ ખીટ, દેવા મેરાભાઇ ખીટ તમામ રહે.થુંબારા તા.વિસાવદર, રધુ ખોડા (ભરવાડ) રહે.વિસાવદર હાલ રાજકોટ, તેમજ તેની સાથેના અજાણ્યા પાંચેક માણસો સહીત ૧૧ સામે ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં રણજિતએ જણાવ્યું છે કે, અમે ત્રણ ભાઈઓ છીએ જેમાં સૌથી નાનો કેવલ છે જેને વિસાવદરના થુંબારા ગામે રહેતી અમારી સમાજની કાજલ પુનાભાઈ ગમારા સાથે પ્રેમ સબધં હોવાથી ચારેક દિવસ પહેલા કેવલ થુંબારા ગામે જઈ કાજલને ભગાડી લઇ જઈ પ્રેમ લ કરી લીધા હતા. જેનો ખાર રાખી હરિ કાનભાઈ ગમારા, રધુ ખોડા, ધુંધા ખીટ, દેવશી ગોબરભાઇ ખીટ, મામકું ખીટ,દેવા ભરવાડ અને તેની સાથેના અજાણ્યા પાંચેક માણસો બોલેરો પીકઅપ વાનમાં રાત્રીના અમારા ઘરે આવ્યા હતા અને ગાળાગાળી કરી ફળિયામાં પાર્ક કરવામાં આવેલી ઇકો કાર, રીક્ષા અને બાઇકમાં ધોકા મારી કાચ તોડી નાખ્યા હતા અને ઘરમાં ગોરા સહિતની વસ્તુની તોડફોડ કરી .૪૦ હજારનું નુકશાન કયુ હતું, મારા માતા તેને સમજાવવા જતા તેને હાથના ભાગે ધોકો મારી લેતા ઇજા થઇ હતી. જતા જતા ધમકી આપી હતી કે મારી દીકરીને ઘરે મૂકી જજો નહીંતર તમને જાનથી મારી નાખવા પડશે.
પોલીસે યુવકની ફરિયાદના આધારે ૧૧ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech