અભિનેતા રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર અને પંકજ ત્રિપાઠી અભિનીત બોલિવૂડ ફિલ્મ 'સ્ત્રી' યાદ હશે. આ ફિલ્મમાં એક મહિલાના ડરથી રાતના અંધારામાં નીરવ શાંતિ છવાઈ ગઈ હતી અને લોકો પોતપોતાના ઘરોમાં કેદ થઈ ગયા હતા. તે મહિલાને ભગાડવા માટે લોકોએ તેમના ઘરની બહાર સૂત્રો પણ લખ્યા હતા, 'એ સ્ત્રી, કાલે આવજે...'. વાસ્તવિક જીવનમાં આવી જ એક ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બની છે.
શહેરના ચંદન નગરમાં રાત્રિના અંધારામાં એક મહિલા લોકોના ઘરની બહાર આવીને રડવાનો અવાજ કાઢે છે અને ક્યારેક ડોરબેલ વગાડીને લોકોને બોલાવે છે. ડરના માર્યા લોકોએ આ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી પરંતુ જ્યારે મામલો સામે આવ્યો ત્યારે પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી.
છેલ્લા કેટલાક દિવસોથી ગ્વાલિયર પોલીસ સ્ટેશન વિસ્તારના ચંદન નગરમાં મધ્યરાત્રિએ એક સુંદર પોશાક પહેરેલી મહિલા જોવા મળી હતી. આ મહિલા રાતના અંધારામાં ચંદનનગરના ઘરોની બહાર પહોંચી જતી અને ઘરના દરવાજાની ડોરબેલ વગાડીને ઘરના લોકોને બહાર બોલાવતી. ક્યારેક આ સ્ત્રી રડવાનો અવાજ પણ કાઢતી.
જ્યારે લોકોને આ મહિલા વિશે ખબર પડી તો ડોરબેલ સાંભળીને પણ લોકો ઘરની બહાર ન આવ્યા પરંતુ આ રહસ્યમય મહિલા ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.
સીસીટીવી ફૂટેજ પોલીસને આપ્યા
લોકો સમજી શક્યા ન હતા કે આ રહસ્યમય મહિલાથી કેવી રીતે બચવું ? અને આ મહિલા રાતના અંધારામાં ઘરના દરવાજાની બહાર જઈને ડોરબેલ કેમ વગાડે છે? ભયમાં રહેતા લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. આ સાથે સીસીટીવી ફૂટેજ પણ પોલીસને આપવામાં આવ્યા હતા.
આ પછી ગ્વાલિયર પોલીસ સ્ટેશને તે મહિલાનું રહસ્ય ઉકેલવા માટે શોધખોળ શરૂ કરી. ટૂંક સમયમાં પોલીસની શોધ પૂર્ણ થઈ અને મહિલા પોલીસના હાથે ઝડપાઈ ગઈ.
મહિલાએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તે તેના પ્રેમી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી પરંતુ તેનો પ્રેમી તેનાથી ગુસ્સે થઈ ગયો અને ત્યાંથી જતો રહ્યો. તેણે તેના પ્રેમીનું ઘર જોયું ન હતું પરંતુ તેને એ ખબર હતી કે તેનો પ્રેમી ચંદનનગરમાં રહે છે.
ડોરબેલ વગાડીને તે તેના પ્રેમીને શોધી રહી હતી.
આથી તે રાત્રિના અંધારામાં તેના પ્રેમીને શોધવા ચંદનનગર વિસ્તારમાં ભટકવા લાગી હતી. લોકોના ઘરની ઘંટડીઓ વગાડીને તે તેના પ્રેમીને શોધી રહી હતી. હાલ પોલીસે મહિલાનું નિવેદન લીધું છે.
પોલીસનું કહેવું છે કે સમગ્ર મામલાની હજુ તપાસ ચાલી રહી છે. ચંદનનગરમાં આ રહસ્યમયી મહિલાના ફરવાને કારણે લોકો ખૂબ જ ડરી ગયા હતા અને વિસ્તારમાં ફિલ્મ 'સ્ત્રી'ની ચર્ચા થવા લાગી હતી પરંતુ પોલીસે કરેલા આ ખુલાસાથી ચંદન નગરના રહેવાસીઓએ રાહતનો દમ લીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મોહનનગર આવાસમાં દારૂના જથ્થા સાથે બે પકડાયા
May 22, 2025 12:38 PMજામનગરના માજી રાજવી જામસાહેબના વચેટ બહેન રાજકુમારી મુકુંદ કુમારીનું યુ.કે.માં દુઃખદ નિધન
May 22, 2025 12:22 PMજામનગરના સ્વામી પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે આજ થી ૪૦ દિવસીય ચાલીસા મહોત્સવ નો પ્રારંભ
May 22, 2025 12:16 PMજન્મદિન નિમિતે રકતદાન કરતા પૂર્વ મંત્રી હકુભા જાડેજા
May 22, 2025 12:12 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech