લોકભારતી સણોસરામાં ’દર્શક’ જન્મતિથિ પ્રસંગે યોજાયેલ વ્યાખ્યાનમાં લેખક રતિલાલ બોરીસાગરે જણાવ્યું હતું કે, માણસથી દેવદૂત તરફ જવાનો માર્ગ વાલ્મીકિ રામાયણમાં મળે છે, તેમ ’દર્શક’ મત રહ્યો છે. અંહિયા વ્યાખ્યાન અને પૂર્વ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ પ્રણેતા, ગાંધીવિચાર મર્મજ્ઞ, કેળવણીકાર અને શીલભદ્ર સાહિત્યસર્જક મનુભાઈ પંચોળી ’દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત એકવીશમાં મણકાનું વ્યાખ્યાન જાણીતા લેખક રતિલાલ બોરીસાગર દ્વારા ’દર્શકનું વાલ્મીકિ રામાયણનું મર્મદર્શન’ વિષય ઉપર આપતાં જણાવાયું હતું કે, જગતમાં સર્વ શ્રેષ્ઠ મહાકાવ્યોમાં રામાયણ અને મહાભારત રહેલાં છે. માણસથી દેવદૂત તરફ જવાનો માર્ગ વાલ્મીકિ રામાયણમાં મળે છે, તેમ ’દર્શક’ મત રહ્યો છે, શિક્ષણ સાથે રામાયણનાં પાઠ સંસ્કાર ભણાવવા પણ તેઓ આગ્રહ રાખતાં હતા.
રતિલાલ બોરીસાગરે ’દર્શક’ વિશે કહ્યું હતું કે, તેઓની રાજકીય, શૈક્ષણિક અને સામાજિક જવાબદારી પ્રવૃત્તિઓ વચ્ચે કરેલું સાહિત્યનું કાર્ય ઉત્તમ રહ્યું. આમ છતાં ’દર્શક’ સાહિત્ય કરતાં પણ જીવનની બાબતને મહત્વ આપતાં હોવાનું રહસ્ય વ્યક્ત કરેલ, તેમ ઉમેર્યું હતું.
કાર્યક્રમ પ્રારંભે લોકભારતીનાં વડા અરુણભાઈ દવેએ આવકાર ભૂમિકા ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, રજનીબેન ગાંધીની પ્રેરણાથી કુલ ૭૪ સન્માન થયાં છે, સૌના પ્રતિનિધિરૂપ છે, જેમાંથી સૌ વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે. તેમણે ’દર્શક’ કહેતાં કે, જીવનમાં સંતોષ મહત્વની બાબત છે, ધન એ સંપત્તિ નથી, જીવન એ સંપત્તિ છે. આજે જે પૂર્વ વિદ્યાર્થીઓ પોંખાઈ રહ્યાં છે તેઓ પ્રસન્ન વ્યક્તિઓ છે અને લોકભારતીને યશ અપાવી રહ્યાં છે.
આ પ્રસંગે મનસુખભાઈ સલ્લાએ મુખ્ય મહેમાન રતિલાલ બોરીસાગરનો પરિચય આપતાં તેઓની હાસ્યલેખન સાથેની સાહિત્ય સેવા, વિદ્યાપ્રીતિ તેમજ વિદ્યાગુરુ સંસ્થા સ્થાપના સાથે તેમનાં દ્વારા ૮૬ વર્ષની વયે પણ સાહિત્ય સાથે ઉમદા માણસ તરીકેની સતત ચાલતી યાત્રા બિરદાવી હતી.
લોકભારતીનાં ગૌરવ રહેલ પૂર્વ વિધાર્થીઓનું સન્માન થયું હતું. જે ઉપક્રમમાં સંસ્થાનાં નિયામક હસમુખભાઈ દેવમુરારિ રહ્યાં અને સન્માનિત પ્રતિભાઓની દૃશ્યશ્રાવ્ય પ્રસ્તુતિ દર્શાવી, જેમાં ધ્વનિ અને ઉત્સવ વિભાગનું સંકલન રહ્યું હતું.
પૂર્વ વિદ્યાર્થીઓ દોસ્તભાઈ બલોચ (સર્વોદય), રતિલાલ સુદાણી (જળ સંસાધન), પંકજભાઈ દવે (ગ્રામોત્થાન), તખુભાઈ સાંડસુર (શિક્ષણ) અને રીટાબેન તથા સુમનભાઈ રાઠોડ (પર્યાવરણ શિક્ષણ અને તાલીમ) આ કાર્યક્રમમાં ચંદન તિલક સાથે મહાનુભાવોનાં હસ્તે સન્માનિત કરાયાં. ભદ્રાયુભાઈ વછરાજાનીએ સન્માનિતોને બિરદાવ્યાં હતા.
ધરતીબેન જોગરાણાનાં પ્રારંભિક સંચાલન સાથે સંગીત વૃંદ દ્વારા સુંદર ગાન પ્રસ્તુત થયેલ.
આ પ્રસંગે વક્તા રતિલાલ બોરીસાગરને ચાદર અર્પણ કરી અભિવાદન સાથે રામચંદ્રભાઈ પંચોળીએ આભાર દર્શન વ્યક્ત કરેલ. લોકભારતીનાં આ કાર્યક્રમમાં રાજેન્દ્રભાઈ ખીમાણી, હિંમતભાઈ ગોડા, સાથે સંસ્થાનાં પૂર્વ અને વર્તમાન પરિવારજનો, ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા તથા મણાર કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech