એર ઈન્ડિયા એક્સપ્રેસની 70થી વધુ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. એરલાઈન્સના 300 જેટલા ક્રૂ મેમ્બર્સ અચાનક જ એકસાથે માંદગીની રજા પર ઉતરી જતા આ ફ્લાઈટ કેન્સલ કરવી પડી હોવાનું બહાર આવ્યું છે. અચાનક આવું મોટું પગલું ભરવામાં આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
એક સિનિયર ક્રૂ મેમ્બરે આપેલી માહિતી અનુસાર મોટી સંખ્યામાં એર ઈન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સે અચાનક સીક લીવ લઇ લેતાં આવી સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે અનેક ફ્લાઈટો મોડી પડી છે તો અનેકને રદ કરવાની ફરજ પડી હતી. સિવિલ એવિયેશન ઓથોરિટીએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
આ મામલે એક નિવેદન જાહેર કરતાં એરલાઈન્સે કહ્યું કે કેબિન ક્રૂનો એક મોટો વર્ગ છેલ્લી ઘડીએ બીમાર પડી ગયો છે જેના લીધે ફ્લાઈટો મોડી પડી રહી છે. અમે કારણ સમજવા માટે ક્રૂ મેમ્બર્સ સાથે વાતચીત કરી રહ્યા છીએ. જે મુસાફરોએ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે તેમને ફુલ રિફંડ કરાશે કે પછી તેમને કોઈ અન્ય તારીખ પર તેમની યાત્રાને રીશિડ્યુલ કરવાની તક આપવામાં આવશે. એર ઈન્ડિયા એક્સપ્રેસએ તેના યાત્રીઓને સલાહ પણ આપી છે કે તેઓ એરપોર્ટ જતા પહેલા તેમની ફ્લાઈટ્સના સ્ટેટસ ચેક કરી લે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech