દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ શનિવારે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાલી કરશે. પછી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભામાં જ રહેશે. તેઓ AAP સાંસદ અશોક મિત્તલના ઘરે રહેશે. અશોક મિત્તલનું ઘર 5 ફિરોઝશાહ રોડ પર છે.
AAP વડા નવી દિલ્હીથી તેમની વિધાનસભા અને દિલ્હી ચૂંટણી માટે પ્રચાર કરશે. પાર્ટીના નેતાઓ, કાઉન્સિલરો, ધારાસભ્યો અને સાંસદોએ અરવિંદ કેજરીવાલને તેમના ઘરની ઓફર કરી હતી. અરવિંદ કેજરીવાલ અશોક મિત્તલના ઘરે રોકાશે.
અગાઉ 'આપ' દ્વારા કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ આગામી એક-બે દિવસમાં સિવિલ લાઇન્સના 'ફ્લેગસ્ટાફ રોડ' પર સ્થિત દિલ્હીના મુખ્ય પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરશે. કારણકે તેમના માટે નિવાસસ્થાન નક્કી કરવામાં આવ્યું છે. જ્યાં તે પોતાના પરિવાર સાથે રહેવા આવશે.
AAPના સૂત્રોએ આ દાવો કર્યો હતો
પાર્ટીના સૂત્રોએ દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલ તેમના પરિવાર સાથે મંડી હાઉસ નજીક ફિરોઝ શાહ રોડ પર AAPના રાજ્યસભા સાંસદોને ફાળવવામાં આવેલા બે સરકારી બંગલાઓમાંથી એકમાં રહેવા જઈ શકે છે. તેમણે કહ્યું કે બંને બંગલા રવિશંકર શુક્લા લેન પર સ્થિત 'આપ' હેડક્વાર્ટરથી થોડા જ મીટરના અંતરે છે.
આ મહિનાની શરૂઆતમાં દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનાર કેજરીવાલે કહ્યું હતું કે તેઓ નવરાત્રિ દરમિયાન ફ્લેગસ્ટાફ રોડ પરનું સરકારી આવાસ ખાલી કરશે. પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અરવિંદ કેજરીવાલ આગામી એક-બે દિવસમાં મુખ્ય પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરશે. કારણકે તેમના અને તેમના પરિવાર માટે નિવાસસ્થાન નક્કી કરવામાં આવ્યું છે."
પાર્ટીએ કહ્યું કે કેજરીવાલ તેમના પરિવાર સાથે નવી દિલ્હી મતવિસ્તારમાં રહેશે, જેનું તેઓ દિલ્હી વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરે છે. અગાઉ AAPએ કેન્દ્ર સરકાર પણ પાસે રાષ્ટ્રીય પક્ષના વડા તરીકે કેજરીવાલને સત્તાવાર નિવાસસ્થાન પ્રદાન કરવાની માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech