દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલાની આશંકા સાથે ગુપ્તચર એજન્સીઓએ એક મોટું એલર્ટ જારી કર્યું છે. એજન્સીઓનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર હુમલો થઈ શકે છે. એજન્સીઓએ દાવો કર્યો હતો કે, પંજાબના ખાલિસ્તાની સમર્થકો કેજરીવાલ પર હુમલો કરી શકે છે. એજન્સીઓએ કેજરીવાલની સુરક્ષાની સમીક્ષા કરી છે.
હાલમાં, ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને જાણ કરી છે. આ પછી પોલીસ એલર્ટ મોડ પર છે. અરવિંદ કેજરીવાલને હાલમાં ઝેડ પ્લસ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. આ ચેતવણી પછી, તેમની સુરક્ષામાં વધુ વધારો થઈ શકે છે. પોલીસ આ મામલે માહિતી એકઠી કરવામાં વ્યસ્ત છે.
અહેવાલો અનુસાર, પંજાબમાં બે-ત્રણ લોકો કેજરીવાલ પર હુમલો કરવાની યોજના બનાવતા જોવા મળ્યા છે. એજન્સીઓને ડર છે કે, આ લોકો દિલ્હી તરફ આગળ વધી શકે છે અથવા પહેલાથી જ આગળ વધી ચૂક્યા છે અને કેજરીવાલને નિશાન બનાવી શકે છે.
એજન્સીઓને શંકા છે કે, આ પાછળ પાકિસ્તાનની આઇએસઆઇનો હાથ હોય શકે છે, જે દિલ્હીની સાથે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાને પડકારવા માંગે છે. હાલમાં એજન્સીઓ આ સંદર્ભમાં વધુ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જારી કર્યું હોવા છતાં, કેન્દ્ર સરકાર કે આમ આદમી પાર્ટી દ્વારા આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ એજન્સીઓએ કેજરીવાલને ઇન્ડિયન મુજાહિદ્દીનના ખતરા અંગે ચેતવણી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech