રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં આજથી ગીર પંથકની ખાખડી કેસર કેરીની આવક શરૂ થઇ છે, આજે વહેલી સવારે થયેલી હરાજીમાં ગીરની ખાખડી કેસર કેરીના પ્રતિ કિલો દીઠ ૬૦થી ૮૦ના ભાવે સોદા થયા હતા. જ્યારે તોતા કેરીના પ્રતિ કિલોના ૫૫થી ૬૦ના ભાવે સોદા થયા હતા. એકંદરે ઉનાળાની અસર વર્તાતાની સાથે જ શાકભાજીના ભાવમાં વધારો થયો છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી અશોકભાઇ ડોબરીયાએ જણાવ્યું હતું કે, હાલ ઉનાળાની ઋતુમાં પાકી કેરીની આવક શરૂ ન થાય ત્યાં સુધી ગીર પંથકની ખાખડી કેસર કેરી અને તોતા કેરી હાલ ગ્રીન સલાડમાં ભરપુર વપરાશમાં લેવાય છે. હજુ પુરો માર્ચ મહિનો કાચી કેરીની આવક ચાલુ રહેશે ત્યારબાદ બજારમાં પાકી કેરી આવતા શાકભાજીનો ઉપાડ ઘટશે. હાલ શાકભાજીની આવક જળવાઇ રહી છે પરંતુ ગરમીને કારણે ગુણવત્તાને અસર પહોંચતા તેમજ બગાડનું પ્રમાણ વધતા ભાવમાં વધારો નોંધાયો છે.
યાર્ડમાં શાકભાજીના આજના ભાવ
શાકભાજી---પ્રતિ કિલો દીઠ ભાવ રૂ.
કેસર કેરી ૬૦થી ૮૦
તોતા કેરી ૫૫થી ૬૦
લીંબુ ૬૦થી ૮૦
ગુવાર ૭૦થી ૮૦
મરચા ૧૦થી ૧૫
વાલોર ૧૨થી ૧૫
ઘીસોડા ૩૦થી ૫૦
વાલ ૩૫થી ૪૦
ચોળી ૪૦થી ૬૦
ચોળા ૩૦થી ૩૫
બીટ ૩થી ૫
દૂધી ૮થી ૧૦
રીંગના ૧૦થી ૨૦
ટમેટા ૫થી ૮
ભીંડો ૩૫થી ૪૫
કારેલા ૩૦થી ૩૫
ફ્લાવર ૮થી ૧૦
સકરિયા ૧૫થી ૧૬
કોબીજ ૨થી ૩
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMપાકિસ્તાનમાં હાફિઝ સઈદના નજીકનો સાથી અબ્દુલ રહેમાનની ઈદના દિવસે જ હત્યા
March 31, 2025 03:51 PMસારવાર માટે મળેલા વળતરમાંથી મેડિકલેમ કાપી શકાય નહિ: હાઈકોર્ટ
March 31, 2025 03:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech