કોઈ પણ વ્યક્તિ લાંબો સમય સુધી ચંપલ કે સેન્ડલ પહેરી રાખે છે તો ડાઘ પડી જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો અનેક ઉપાયો કરે છે પરંતુ તેમ છતાં આ ડાઘ જલ્દીથી દૂર થતા નથી. એવા કેટલાક ઘરગથ્થુ ઉપાયો છે જેના ઉપયોગથી સરળતાથી આ ડાઘમાંથી છુટકારો મેળવી શકાય છે અને પગનો રંગ પણ ગોરો થવા લાગશે.
ટેનિંગથી છુટકારો
તડકામાં ટેનિંગને કારણે ક્યારેક શરીર પર છાપ પડી જાય છે અને સ્કીન પર ડબલ કલર દેખાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે કેટલાક ઉપાયો કરી શકો છો. ચપ્પલના પગ પર પડી ગયેલા ડાઘને દૂર કરવા દહીંથી બનેલી પેસ્ટ લગાવી શકો છો. તેને બનાવવા માટે એક બાઉલમાં થોડો ચણાનો લોટ, થોડું દહીં અને અડધા લીંબુનો રસ મિક્સ કરો. પછી આ પેસ્ટને પગ પર લગાવો અને મસાજ કરો, થોડી વાર પછી તેને ધોઈ લો.
ટેન દૂર કરતી પેસ્ટ
આ સિવાય ટેન રિમૂવિંગ પેસ્ટ બનાવી શકો છો. આ પેસ્ટ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં ગરમ પાણી લેવાનું છે. ઈનો પાવડર, એક ચમચી લીંબુનો રસ, નાળિયેર તેલ, શેમ્પૂના થોડા ટીપા, એક ચમચી કોફી પાવડર અને 2 ચમચી લોટ. આ બધું બરાબર મિક્સ કરો અને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ટેન હોય તે જગ્યા પર 5 મિનિટ સુધી લગાવો અને પછી હળવા હાથે મસાજ કરો, ત્યારબાદ પગને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
ખાવાનો સોડાનો ઉપયોગ
આ સિવાય હુંફાળા પાણીમાં એક ચમચી ખાવાનો સોડા નાખીને પગને આ પાણીમાં પલાળી રાખો. થોડી વાર પલાળ્યા પછી પગને બહાર કાઢીને સ્પોન્જની મદદથી સાફ કરો. તેનાથી પગ પરના નિશાન ગાયબ થવા લાગશે. આ ઉપાયોને અનુસરીને પગ પરના ડાઘ સરળતાથી દૂર કરી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech