આપણે આપણા ચહેરા પર ગમે તેટલું લગાડીએ પિમ્પલ્સ તો ઠીક થઈ જાય છે, પરંતુ તેના કારણે થતા ડાઘ-ધબ્બાનું શું? આવી સ્થિતિમાં ચહેરા પર મેક-અપ લગાવવો અને તેને છુપાવવાનો પ્રયાસ કરવો પડે છે.
એક એવું વૃક્ષ છે કે જેનાં માત્ર પાન ચાવવાથી જ તમારા ચહેરા પરથી ખીલ અને ડાઘ એવી રીતે ગાયબ થઈ જશે. લીમડાના પાન જેના વિશે કેટલાક સંશોધકોએ લખ્યું છે કે લીમડાના પાન ત્વચા સંબંધિત રોગોને દૂર કરવામાં ફાયદાકારક છે..
લીમડાના પાન ચહેરા પરથી ડાઘ-ધબ્બા કરશે દૂર:
ફૂલો, ડાળીઓ, મૂળ અને છાલથી લઈને પાંદડા સુધી લીમડાના ઝાડનો દરેક ભાગ શરીર અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. લીમડાના પાનનો ઉપયોગ શરીરના ચેપ અને ત્વચા સંબંધિત રોગોને દૂર કરવા માટે થાય છે.
તે રક્તને શુદ્ધ કરવા માટે નસોની અંદર ઊંડે સુધી કામ કરે છે. જેની અસર ત્વચા પર સ્પષ્ટપણે દેખાય છે. આવી સ્થિતિમાં જો રોજ લીમડાના ૧થી 3 પાન ચાવો તો ઘણા ફાયદા થઈ શકે છે.
ત્વચા માટે લીમડાના પાન ખાવાથી થશે ફાયદા
જો ચહેરા પર ફોલ્લીઓ અને ખીલના ડાઘથી પરેશાન છો? તો લીમડાના પાન જરૂર ખાવા જોઈએ.
લીમડાના પાનમાં જોવા મળતા એન્ટી-બેક્ટેરિયલ ગુણ ત્વચાને પિમ્પલ્સ અને ખંજવાળ જેવી ત્વચાની સમસ્યાઓનો શિકાર થવાથી બચાવે છે.
આ સિવાય લીમડાના પાન ખાવાથી ત્વચા અને ચહેરાની ગંદકી સાફ થાય છે, જેનાથી ત્વચાનો રંગ સુધરે છે અને તે ચમકદાર દેખાય છે.
લીમડાના પાનનો અન્ય ઉપયોગ:
લીમડાના ઝાડનો દરેક ભાગ વરદાનથી ઓછો નથી. પરંતુ તેના પાંદડા ચહેરા માટે ઉપયોગમાં લેવા માટે ખૂબ જ સરળ છે. તેનાથી ચહેરા માટે ફેસ પેક બનાવી શકો છો જે તમારી ત્વચાની ગંદકીને સાફ કરીને ખીલ અને ડાઘને ઘટાડવામાં મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ કે લીમડાનો ફેસ પેક ઘરે કેવી રીતે બનાવવો.
લીમડાનો ફેસ પેક બનાવવા માટે જરૂરી છે આ વસ્તુઓ
- લીમડાના પાનની પેસ્ટ
- 2 ચમચી દહીં
આ રીતે તૈયાર કરો લીમડાનું ફેસ પેક
સૌ પ્રથમ એક બાઉલમાં ઉપર દર્શાવેલ બંને સામગ્રીને મિક્સ કરો.
આ પછી પેસ્ટને ચહેરા અને ગળા પર લગાવો અને લગભગ 15 મિનિટ સુધી સુકાવા માટે છોડી દો.
જ્યારે સમય પૂરો થઈ જાય ત્યારે ચહેરાને પાણીથી ધોઈ લો.
લીમડાના એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો આપણા ચહેરા પરના પિમ્પલ્સને અટકાવે છે અને ત્વચાને સ્વચ્છ બનાવે છે.
લીમડો અને ચણાના લોટનો ફેસ પેક
લીમડાનું ફેસ પેક કેવી રીતે બનાવવો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech