ચોમાસું એટલે કે વરસાદની ઋતુ ખૂબ જ સુંદર હોય છે પરંતુ તે પોતાની સાથે અનેક બીમારીઓ અને એલર્જી પણ લઈને આવે છે. જેમાં શરદી અને છીંકનો સમાવેશ થાય છે. જો કે આ લક્ષણો કંટાળાજનક હોઈ શકે છે. જેના માટે અસંખ્ય ઘરેલું ઉપચાર છે જે દવાઓની જરૂર વગર તેમાંથી રાહત મેળવી શકાય છે.
ગરમ પાણીની નાસ લેવી :
નાસ લેવાથી નાક સાફ થઈ શકે છે. પાણી ઉકાળો તેને બાઉલમાં રેડો અને માથાને ટુવાલ વડે ઢાંકી દો અને નાસને લેવા માટે તેના પર ઝુકી અને થોડીવાર ઊંડા શ્વાસ લો.
મીઠાના પાણીથી કોગળા કરવા :
મીઠાના પાણીથી કોગળા કરવાથી શરદીની સમસ્યામાં રાહત મળી શકે છે.
આદુ ચા :
તાજા આદુના ટુકડાને પાણીમાં ઉકાળીને આદુની ચા બનાવી, વધારાના સ્વાદ અને રાહત માટે તેમાં મધ અને લીંબુ ઉમેરી ચા પીવાથી શરદીમાં રાહત મળી શકે છે.
મધ :
મધ તેના એન્ટીબેક્ટેરિયલ અને સુખદાયક ગુણધર્મો માટે જાણીતું છે. કાચા સ્થાનિક મધની એક ચમચી ગળામાં થતી બળતરાને શાંત કરવામાં મદદ કરી શકે છે અને ખાંસી અને છીંકથી રાહત આપે છે.
દૂધ અને હળદર :
હળદરએ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદરનો પાઉડર ભેળવીને સૂતા પહેલા પીવો, આનાથી વહેતા નાકમાં રાહત મળશે અને સારી ઊંઘ પણ આવશે.
નીલગીરી તેલ :
નીલગિરીનાં તેલમાં ઠંડકની અસર હોય છે જે નાક ખોલવામાં મદદ કરી શકે છે. ગરમ પાણીના બાઉલમાં નીલગિરી તેલના થોડા ટીપાં ઉમેરી, માથાને ટુવાલથી ઢાંકી શકો છો અને વરાળ શ્વાસમાં લઈ શકો છો. નીલગિરી તેલનો સીધો ત્વચા પર ઉપયોગ કરશો નહીં ખાસ કરીને બાળકો માટે.
કાળા મરી અને મધ :
એક ચપટી કાળા મરીને મધમાં ભેળવીને દિવસમાં તેનું સેવન કરવું. આ મિશ્રણ ગળાના દુખાવાને ઘટાડવામાં અને દુખાવાને શાંત કરવામાં મદદ કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech