ગુજરાતમાં સૌપ્રથમ વાર રાજકોટના આંગણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક ના પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 22 માર્ચના રોજ સરાઝા ખાતે યોજાનાર ઇવેન્ટમાં આર્કિટેકસોનો મીની કુંભ જામસે. સૌરાષ્ટ્રનો પાટનગર ગણાતા રાજકોટમાં ઈવેન્ટનું આયોજન પ્રથમ વાર થઈ રહ્યું હોય રાજકોટ માટે ગૌરવની વાત છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આર્કિટેકસ ગુજરાત ચેપ્ટરના અગ્રણીઓ કિશોર ત્રિવેદી, મૌકતિક ત્રિવેદી, અશ્વિન સંઘવી, દેવાંગ પારેખ, ભાવેશ મહેતા, પ્રતીક મિસ્ત્રી, હાર્દિક લાખાણી, મિત્તલ ચૌહાણ, કરણ ત્રિવેદી સહિતના આર્કિટેક આજકાલની શુભેચ્છા મુલાકાત દરમિયાન આ એવોર્ડ્સ ની ઉજવણી વિશે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે ભારતમાં સ્થાપત્યના વ્યવસાયનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આર્કિટેક દ્વારા આ ક્ષેત્રમાં થયેલા શ્રેષ્ઠ કામોને સન્માનિત કરવા માટે નેશનલ એવોર્ડ્સનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. રાજકોટના આંગણે અમે આ ઇવેન્ટ પ્રથમ વાર લાવી રહ્યા છે અને સમગ્ર સૌરાષ્ટ્ર તેને સપોર્ટ કરી રહ્યું છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. આ એવોર્ડની ઉજવણી માં ૨૪ કોલેજના એચઓડી અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. 600 થી વધુ એન્ટ્રી આવી ગઈ છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક ભારત અને વ્યવસાયિક આર્કિટેકસ માટેની રાષ્ટ્રીય સંસ્થા છે. 1917 માં સ્થપાયેલી આ સંસ્થામાં આજે ૨૯ હજારથી વધુ સભ્યો છે. તેનો મુખ્ય મથક મુંબઈમાં છે અને સમગ્ર ભારતમાં સૌથી વધુ કેન્દ્રો અને પેટા કેન્દ્રો છે. સમાજના તંદુરસ્ત માળખાના વિકાસમાં સહભાગી થવા અને શહેરો અને ગામોના સુવ્યવસ્થિત વિકાસ માટે સંસ્થા હંમેશા પ્રયત્નશીલ રહે છે. વિવિધ પ્રકારના સેમિનાર, એવોર્ડ્સ, વગેરે માધ્યમો દ્વારા સ્થાપત્ય, તેના શિક્ષણ અને વ્યવસાયને પ્રતિબંધ કરવા માટે સંસ્થા સક્રિય રીતે કાર્યરત રહે છે.
આઈ આઈ એ દ્વારા યોજાતા આ રાષ્ટ્રીય એવોર્ડ્સ નો ઉદ્દેશ્ય ભારતમાં સ્થાપત્ય ક્ષેત્રની શ્રેષ્ઠતા માટે એક ઉચ્ચ માપદંડ સ્થાપિત કરવાનો છે. પર્યાવરણ, સંસ્કૃતિ, રાષ્ટ્રની ભાવિશ સમસ્યાઓ અને જરૂરિયાતોને આપણા આર્કિટેકસ સર્જનાત્મક ડિઝાઇન દ્વારા સમજપૂર્વક ન્યાય આપી શકે તે માટે પ્રોત્સાહિત કરવાનો છે. આઇઆઇએસ દ્વારા આપવામાં આવતા આ એવોર્ડ્સ દેશમાં યોજાતા આ વિષયના સર્વોચ્ચ પારિતોષિકો પૈકીનો એક છે. આ રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ માટે દેશભરમાં આકાર પામેલા વિવિધ પ્રકારના પ્રોજેક્ટની અલગ અલગ 34 કેટેગરીમાં એન્ટ્રીઝ મંગાવવામાં આવે છે અને એમાંથી દરેક કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ પ્રોજેક્ટ અને વિવિધ તે જગ્યા અને વિષયના વિદ્વાન આર્કિટેકસ ની જ્યુરી પ્રક્રિયા દ્વારા ચૂંટવામાં આવે છે. આ માટે પર્યાવરણ ટકાવપણું, કાર્યક્ષમતા, સર્જનાત્મકતા અને સામાજિક સાંસ્કૃતિક પાસાઓને લક્ષમાં લઈને મૂલ્યાંકન કરવામાં આવે છે.
આવા રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ્સ ની પ્રક્રિયા અને તમારો નું આયોજન કોઈ મેટ્રોસિટીમાં નહીં પણ આપણા રાજકોટના આંગણે થઈ રહ્યું છે જે આપણા માટે ગૌરવ ની વાત છે તેમ જણાવતા આર્કિટેકસ ની ટિમ એક વધુમાં કહ્યું હતું કે, 108 વર્ષના સંસ્થાના ઇતિહાસમાં સૌપ્રથમવાર લાઈવ જ્યુરી સાથેનું આવું આયોજન ગુજરાત ચેપ્ટર દ્વારા રાજકોટમાં ખૂબ પ્રયત્ન પછી થવા જઈ રહ્યું છે. આ માટે દેશના પ્રતિષ્ઠિત, શ્રેષ્ઠ સ્થપતિઓ, જ્યુરી માટે અને ૭૦ શૌર્ટલિસ્ટેડ એન્ટ્રીના પ્રેઝન્ટેશન માટે એક સાથે રાજકોટના આંગણે આવી રહ્યા છે. રાજકોટ માટે અને આમંત્રિતો માટે આગામી તારીખ 20 21 અને 22 માર્ચના આ ઇવેન્ટ મહત્વપૂર્ણ અને અવિસ્મરણીય બની રહે તે માટે આર્કિટેકટ મૌકતિક ત્રિવેદીના નેતૃત્વ હેઠળ સલાહકારોમાં બિમલ પટેલ, હિરેન પટેલ, જયેશ હરીયાણી, અશ્વિન સંઘવી, કિશોર ત્રિવેદી જેવા દિગ્ગજ આર્કિટેકસ માર્ગદર્શન આપી રહ્યા છે. સંસ્થાના લોકલ ચેપ્ટરના સ્થપતિઓની ટીમમાં પ્રતીક મિસ્ત્રી, ભાવેશ મહેતા, હાર્દિક લાખાણી, મિત્તલ ચૌહાણ અને ઇન્દુભાઇ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર જેવી સંસ્થાઓ પણ સક્રિય યોગદાન આપી રહી છે. આ સમગ્ર કાર્યક્રમ લાઈવ જયુરી અને તે પછીની વિવિધ પાસાઓની પ્રશ્નોત્તરી તથા ચર્ચા, વિષય સાથે સંકળાયેલા સ્થાનિક અને આમંત્રિતો માટે એક નવા આયામ તરફ લઈ જશે તેવી આશા છે.
પ્રથમ વખત આઇઆઇ નેશનલ એવોર્ડ્સમાં પ્રોડક્ટ લોન્ચ પેવેલિયન હશે, જે સ્થાપત્ય અને બાંધકામ ક્ષેત્રમાં અત્યાધુનિક ઉત્પાદનો અને તકનીકો રજૂ કરશે. આ નવી પહેલ ઉત્પાદકો અને સેવા પ્રદાતાઓ માટે આર્કિટેકસ, ડિઝાઇનર્સ અને ઉદ્યોગ વ્યવસાયિકો સમક્ષ તેમની નવીનતમ પ્રોડક્ટસ નું અનાવરણ કરશે. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આર્કિટેકસ ગુજરાત ચેપ્ટર સ્થાનિક ભાગીદારો અને પ્રાયોજકો સાથે આ એવોર્ડ્સ નો અભૂતપૂર્વ આયોજન અવિસ્મરણીય બની રહે તે માટે ખંતપૂર્વક કામ કરી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech