ઉશ્કેરણીજનક ભાષણ કરનાર સામે કાર્યવાહી કરવા સામાજીક કાર્યકર-આગેવાનની માંગણી
ઉશ્કેરણીજનક ભાષણ કરનાર કાજલ હિન્દુસ્તાની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવા જામનગરના સામાજીક કાર્યકર-આગેવાન દ્વારા આજરોજ જામનગર જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
જામનગરના રણજીતસાગર રોડ હરીધામ સોસાયટીમાં રહેતા અને જીલ્લામાં પાટીદાર સમાજના આગેવાન તરીકે સામાજીક કાર્ય કરતા પાર્થ મોતીલાલ પટેલ સહિતનાઓ દ્વારા આજરોજ ફરીયાદ નોંધવા અંગેની કાર્યવાહી કરવાની માંગણી સાથેનું આવેદનપત્ર જામનગર એસપીને આપવામાં આવ્યુ હતું.
જેમાં જણાવ્યુ હતું કે, ગત તા. ૮-૬-૨૩ના રોજ સુરત જીલ્લાના ગાધકડા મિત્રમંડળ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું આ આયોજનમાં કાજલ હિન્દુસ્તાનીના ભાષણનો વિડીયો વાયરલ થયેલ હોય જે વિડીયો મારા મોબાઇલમાં આવતા જેમાં મોરબી જીલ્લામાં કોલેજની પટેલ સમાજની ૭ દિકરીઓ મુસ્લીમ છોકરાઓને બોયફ્રેન્ડ બનાવેલ છે, અને અંદરો અંદર બોયફ્રેન્ડ બદલે છે, છોકરાને ગાડી ગીફટમાં આપી દીધી છે, ઘરની તિજોરીમાંથી રુપીયા કાઢી લે તો કોને ખબર પડવાનીછે, સમાજ કઇ જગ્યાએ જઇ રહયો છે.. એ પ્રકારની ૫૫ મિનીટ ૩૩ સેક્ધડનો વિડીયો છે. ભાષણનો વિડીયો યુ-ટયુબ માઘ્યમથી વાયરલ થયેલ હોય જેથી મોરબીમાં રહેતા અને ગુજરાતના પાટીદાર સમાજના લોકોની લાગણી દુભાયેલ છે, અપમાન થયેલ છે જેથી ઉશ્કેરણીજનક અને બદનામ કરતા ભાષણ કરેલ છે જે બાબતે ખરાઇ કરતા મોરબીમાં આવી કોઇ ઘટના બનેલ નથી માત્ર કાજલ હિન્દુસ્તાનીએ પોતાની ટીઆરપી મેળવવા મનઘડત વાતો કરતા હોય જેથી તેની સામે ગુનો નોંધી ધોરણસરની ફરીયાદની કાર્યવાહી કરવા અમારી અરજ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech