પોરબંદર જિલ્લાના મહેસુલી કર્મચારીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવી પ્રશ્ર્નનું નિરાકરણ કરવા માંગ કરી હતી. ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળની તાકીદની કારોબારી બેઠક ગીર સોમનાથ ખાતે મળી હતી. જેમાં મહેસુલી કર્મચારીને લગતા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી તેનું નિવારણ લાવવા માટે સરકાર સમક્ષ માંગણી મુકી આગામી સમયમાં વર્ષ ૨૦૧૨ ના નાયબ મામલતદારોની સીનીઓરિટી યાદી ડીમેડ ડેટના લાભ સાથે પ્રસિદ્ધ કરી મામલતદારના પ્રમોશન આપવા,
જિલ્લા ફેર બદલીની જેટલી રજુઆતો વિભાગ ખાતે હાલ પડતર છે,તેનો તાત્કાલિક નિર્ણય કરવો અને હવેથી નવી જિલ્લા ફેરબદલીઓ માટે ઓનલાઈન પ્લેટફોર્મ સિસ્ટમનો ઉપયોગ કરી કલેક્ટરની એન.ઓ.સી. મેળવવાની પ્રથા બંદ કરી પારદર્શક રીતે અરજીઓનો તે જ વર્તમાન વર્ષમાં નિકાલ કરવાની પ્રથા અમલમાં મુકવી,વર્ષ-૨૦૧૫ ના તમામ ક્લાર્ક સવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવા,હાલમાં તથા અગાઉ જે નાયબ મામલતદારોની માંગણી કે મંજુરી વગર જિલ્લા ફેર બદલી કરેલ છે તે તમામ હુકમો રદ કરવા જેવા મુદ્દાઓ પ્રત્યે તબક્કાવાર કાર્યક્રમો પણ નક્કી કરવામાં આવ્યા છે.
આ અંગે પ્રથમ તમામ જિલ્લામાં કલેકટરને આવેદન આપશે.ત્યારબાદ જો દસ દિવસમાં માંગણીઓ પુર્ણ કરવામાં નહી આવે તો ત્યારબાદ ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ તમામ જિલ્લામાં કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરવી,માસ સીએલ અને હડતાલ જેવા કાર્યક્રમો તબક્કાવાર આપશે તેવુ બેઠકમાં નક્કી કરવામાં આવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશે પાક. પાસે ૪.૩ અબજ ડોલરનું વળતર માંગ્યું
April 18, 2025 11:50 AMસોલીડ વેસ્ટ વિભાગ દ્વારા ખાલી પડેલ સફાઇ કામદારોના સેટઅપ અને ભરતી અંગે કાર્યવાહી કરવા આવેદન
April 18, 2025 11:49 AMઆપ જૈસા કોઈ નહી.. ટ્રમ્પ મેલોની પર ઓળઘોળ
April 18, 2025 11:48 AMરાજકોટના બેટી ગામમાં લુખ્ખાઓ બેફામ, વધુ એક મારામારીનો વિડિયો વાયરલ
April 18, 2025 11:48 AMસંત શ્રી પ્રેમભિક્ષુજી મહા૨ાજની પૂણ્યતિથી પ્રસંગે ભાવિકોનો વિશાળ સમૂહ ઉમટયો
April 18, 2025 11:47 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech