સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા દ્વારા લેખીત રજૂઆત
ખંભાળિયાના સલાયામાં આવનારા તહેવારો નિમિતે સફાઈ કામગીરી વ્યવસ્થિત થાય અને ધાર્મિક તહેવારો સુંદર રીતે ઉજવાઈ એવા હેતુ સર સલાયાના શહેર ભાજપ મહામંત્રી અને લોહાણા નવરાત્રી સમિતીનાં ઉપપ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયા નગર પાલિકાના ચીફ ઓફીસર સાહેબને લેટરપેડ ઉપર લેખિત રજૂઆત કરી છે.
આ રજૂઆતમાં સલાયાના વિવિધ વિસ્તાર જેવાકે મેઈન બજાર,રામ મંદિર શેરી,હવેલી શેરી,મહાજન વાડી શેરી,પોસ્ટ ઓફિસ શેરી,વણકર વાસ, લાલજી મંદિર શેરી, પોલીસ સ્ટેશન પાસે, બાલવી માતાજીના મંદિર વારી શેરી, હરસિદ્ધિ માતાજીના મંદિર પાસે, હનુમાન મંદિર, મોમાઈ માતાજી મંદિર પાસે વગેરે સ્થળોએ ગરબી થાય છે, જ્યાં દરરોજ સફાઈ કરી જરૂરી દવા છટકાવ કરવા તેમજ બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા અને ભૂગર્ભ ગટર સફાઈ કરવા રજુઆતમાં જણાવ્યું છે.
આ તમામ સ્થળે હજારોની સંખ્યામાં બહેનો, દીકરીઓ અને પુરુષો અવર જવર કરતા હોઈ અને ધાર્મિક ઉત્સવ હોઈ વ્યવસ્થિત સફાઈ કરવા ખાસ અનુરોધ કરેલ છે. તથા સ્ટ્રીટ લાઈટો બંધ હોઈ ગરબી રમવા જતી બાળાઓ તથા વડીલોને અંધારામાં ભારે તકલીફ પડતી હોઈ ખાસ સ્ટ્રીટ લાઈટ અને સફાઈ બાબતે યોગ્ય કાર્યવાહી થાય એ માટે રજૂઆત કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech