દિવ્યાંગ-પારિતોષિક સ્પર્ધા-૨૦૨૪ અંતર્ગત તા.૨૪ ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે
જામનગર તા.૧ ફેબ્રુઆરી, સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/ સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઑ અને દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે. કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઑ/અધિકારીઓએ તેમજ દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ(નોકરીદાતઓ) “દિવ્યાંગ-પારિતોષિક” મેળવી શકે છે.
જેથી દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ અથવા દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓએ લાગુ પડતા ફોર્મમાં જરૂરી વિગતો ભરીને, જરૂરી આધાર સાથે (૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ હોવાનું- ત્રણ માસથી જૂનું ન હોય તેવું- તબીબી પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતો પોસ્ટકાર્ડ સાયઝનો ફોટો અને અન્ય વિગતો વગેરે સાથે) જીલ્લા રોજગાર કચેરી જામનગરને તા. ૨૪/૦૨/૨૦૨૫ સુધીમાં, ત્રણ નકલમાં રૂબરૂ કે ટપાલથી મોકલી આપવાના રહેશે.
અરજી કરતી વખતે દિવ્યાંગ કર્મચારીઓએ રાજ્ય પારિતોષિક માટે “પરિશિષ્ટ-અ” ભરવાનું છે., દિવ્યાંગ વ્યક્તિઑને કામે રાખનાર નોકરીદાતઑએ એનેક્ષ્યર “એ” અંગ્રેજીમાં ભરવાનું છે. પ્લેસમેંટ ઓફિસરો માટે એનેક્ષ્યર “સી” અંગ્રેજીમા ભરવાનું છે. સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓએ “પરિશિષ્ટ-બ” ભરવાનું છે. આ સાથે જરૂરી ફોર્મના વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in પરથી મેળવી અથવા જિલ્લા રોજગાર કચેરી જામનગર ખાતેથી તા. ૨૪/૦૨/૨૦૨૫ સુધીમાં કામકાજના દિવસો દરમ્યાન વિના મૂલ્યે મળી શકશે. તેમ રોજગાર અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
+++++
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMમીઠાપુરના ચકચારી મર્ડર કેસમાં આરોપીઓને આજીવન કેદ અને રૂા. ૧૬ હજારનો દંડ ફટકારાયો
February 24, 2025 10:56 AMબાંગ્લાદેશમાં પૈસા આપીને જુલાઈ આંદોલન માટે ભીડ એકઠી કરાઈ હતી: યુએન રીપોર્ટ
February 24, 2025 10:56 AMકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech