સુપ્રસિદ્ધ ગાયક અને શાક્રીય સંગીતના પ્રતિભાશાળી કલાકારોમાંના એક, ઉસ્તાદ રાશિદ ખાનનું નિધન થયું.૫૫ વર્ષની વયે તેમણે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે.ઉલ્લેખનીય છે કે ગાયકની લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને વેન્ટિલેટર અને ઓકિસજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે દિવંગત ગાયક ઉસ્તાદ રાશિદ ખાન લાંબા સમયથી પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હતા. ૨૩ ડિસેમ્બરના યારે તેમની તબિયત બગડી ત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે, ત્યાં પણ તેની તબિયત સતત બગડતી રહી અને અંતે તેને માં દાખલ કરવામાં આવ્યો અને સ્થિતિ વેન્ટિલેટર સુધી પહોંચી ગઈ.તેમના નિધનથી રામપુર સહવાન ખાનદાનનો જગમગતા ચિરાગ બુજાઈ ગયો. નવી પેઢીના આ સુપ્રસિદ્ધ ગાયકનું જબ વિ મેટનું આઓગે જબ તુમ ઓ સાજના ગીત ખુબજ લોકપ્રિય હતું તે ઉસ્તાદ રાશિદની મહેનત, સમર્પણ અને નિા હતી કે રામપુર–ના સહસવાન પરિવારમાં એક સમયે કરીમ બક્ષ, રહીમ બક્ષ, હૈદર ખાન, મુશ્તાક હત્પસૈન ખાન અને ગુલામ મુસ્તફા ખાન જેવા નામોથી જાણીતું હતું , તે તેની ઓળખ બની રહ્યા . આ પરિવાર સંગીતમાં આધ્યાત્મિકતાનું વર્ચસ્વ હતું તે રાશીદની ગાયકીમાં સ્પષ્ટ્રપણે અનુભવાયું હતું.
ગાયક ઉસ્તાદ રાશિદ ખાનનો જન્મ ઉત્તર પ્રદેશના બદાઉનમાં થયો હતો અને બાળપણથી જ સંગીતની તાલીમ લીધી હતી. આ માટે તેમને બીજે કયાંય જવાની જર નહોતી, બલ્કે તેમણે તેમના દાદા ઉસ્તાદ નિસાર હત્પસૈન ખાન પાસેથી તાલીમ લીધી હતી. એવું કહેવાય છે કે યારે તેણે પહેલીવાર સ્ટેજ પર પોતાનું પરફોર્મન્સ આપ્યું ત્યારે તે માત્ર ૧૧ વર્ષના હતા. તેણે ઘણી ફિલ્મોમાં પોતાનો અવાજ પણ આપ્યો, જેને લોકો આજે પણ યાદ કરે છે.પોતાના અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનાર ઉસ્તાદ રાશિદ ખાનને પધ્મશ્રી અને પધ્મ ભૂષણ જેવા શ્રે સન્માનોથી નવાજવામાં આવ્યા છે.
ઉસ્તાદ રાશીદ ખાન શાક્રીય સંગીતને સુગમ સંગીત સાથે જોડવા માટે જાણીતા છે. તેને ફિલ્મોમાં પણ ગાવાની તક મળી. 'આઓગે જબ તુમ ' ઉપરાંત તેની 'તુઝે યાદ કરતે કરતે' અને 'તુ બન જા ગલી બનારસ કી' પણ લોકપ્રિય બની હતી. તેણે 'માય નેમ ઈઝ ખાન', 'રાઝ ૩', 'મંટો' અને 'શાદી મેં જર આના' જેવી ફિલ્મોમાં પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનો સત્કાર સમારોહ
April 10, 2025 06:10 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech