શહેરના આજી ડેમ પોલીસ મથક વિસ્તારમાં ઝડપાયેલા વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા બુટલેગરે પોલીસ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીન અરજી અદાલતે મંજૂર કરી છે. આ અંગેની હકીકત મુજબ આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં પીસીબીના પેટ્રોલિંગ દરમિયાન જી.જે.૦૩ બી.ટી.૧૪૧૨ નંબરના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની મળેલી બાતમીના આધારે ગોઠવેલી વોચ દરમિયાન પુરપાટ ઝડપે નીકળેલા ટ્રકને અટકાવી તલાશી લેતા જેમાંથી 2.90 લાખની કિંમતનો 1095 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમાં ઝડપાયેલ શખ્સની પૂછપરછમાં આ દારૂનો જથ્થો પરમાર મહાવીરસિંહનો હોવાનું ખુલ્યું હતું. આથી પરમાર મહાવીરસિંહ ખેંગુભાએ ગુનામાં ધરપકડથી બચવા અદાલતમાં આગોતરા જામીન અરજી ગુજારતા, જે અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ અને દસ્તાવેજી પુરાવાને આધારે જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ.પી. સિંગ મહાવીરસિંહ પરમારને પ્રોહિબિશન એકટના ગુનામાં આગોતરા જામીન મંજુર કરતો હુકમ કર્યો છે. આરોપીના બચાવ પક્ષે વકીલ ચીમનભાઈ ડી. સાંકળીયા, નિકુંજ સાંકળીયા, ઉદય ચાંવ, અતુલ બોરીચા, પ્રકાશ કેશુર, હરેશ ખીમસુરીયા, ભરતભાઈ બોરડીયા, વિજય સોંદરવા, જી.એમ.વોરા, સોનલબેન બારોટ, રણજીત સાંખટ, પુનમબેન સોંદરવા, લલીતચંદ્ર બારોટ વગેરે રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેક્સ બિલ સામે મસ્કે ફરી બાંયો ચડાવી, સાંસદોને પણ વિરોધ કરવા અપીલ કરી
June 05, 2025 10:10 AM₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech