કુંભારવાડામાં અસમાજીક તત્વોનો આંતક, મધ્ય રાત્રે ત્રણ બાઈકને આગ ચાંપી દીધી

  • April 10, 2025 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગત મોડી રાત્રીના અરસા દરમિયાન ઘર પાસે પાર્ક કરવામાં આવેલી ત્રણ બાઈકને અસામાજીક તત્વોએ આંગ ચાપી દેતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. આગજનીના બનાવને લઈ પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસનો દૌર હાથ ધર્યો હતો.
ભાવનગરમાં છેલ્લા થોડા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. આવાર તત્વો બેફામ બન્યા છે. મારામારી અને આગચંપીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે કુંભારવાડા વિસ્તારમાં ગત મોડી રાત્રીના અરસા દરમિયાન એકી સાથે પાર્ક કરવામાં આવેલી ત્રણ બાઈક ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટી શખસોએ સળગાવી દીધી હતી. બનાવને લઈ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
જ્યારે ઘટનાની જાણ થતા બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અને તપાસનો દૌર હાથ ધર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ થોડા સમય પુર્વે પણ બાઈકો સળગાવી દેવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યા આજે વધુ એક ઘટના ઘટી હતી.
બનાવ સંદર્ભે કુંભારવાડા વિસ્તારના મોતીતળાવ, શેરી નંબર ૧માં રહેતા ઈનાયતભાઈ રહિમભાઈ શેખે જણાવ્યુ હતું કે, તેઓના ભાઈની બે ગાડી સહીત ત્રણ ગાડી ઘર પાસે પાર્ક કરી હતી. જેને રાત્રીના ૨.૦૦થી ૨.૩૦ કલાકના અરસા દરમિયાન કોઈ શખસોએ આગ લગાડી સળગાવી દીધી હતી. જે બનાવ સંદર્ભે બોરતળાવ પોલીસને જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News