ખંભાળિયામાં ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી: આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમો યોજાયા
ગુજરાત રાજ્ય સાથે ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ખંભાળિયા તાલુકાના બજાણા પી.એચ.સી. હેઠળના બજાણા અને પીર લાખાસર ગામે સરકારી શાળા ખાતે ઉજવણી કરી, શાળાના બાળકોને પાણીજન્ય રોગો જેવા કે કમળો, ઝાડા, ઉલટી, કોલેરા વિગેરે રોગો થવાની પૂરી શક્યતા છે. જેથી તેને અટકાવવા માટેના પગલા વિશે સમજ આપવામાં આવી હતી. મચ્છર દ્વારા ફેલાતા મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયા જેવા રોગો ફેલાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
હાલ ડેન્ગ્યુ માસ નિમિતે બજાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ ગામોમાં ડો. મેહુલ જેઠવા, મેડિકલ ઓફિસર જયશ્રીબેન અને સુપરવાઈઝર રાજુભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યુ રોગ અટકાયતી પાગલ લેવામાં આવી રહ્યા છે. દરેક ઘરોમાં સર્વે કરી, પાણી ભરાતા તમામ પાત્રોનો યોગ્ય નિકાલ કરી, મચ્છરના પોરાનો નાશ કરવા અને લોકોમાં આ રોગ અટકાવવા જ્યાં ચોખા પાણી કે ગંદા પાણીનો નિકાલ કરવા સૂચના આપવામાં આવે છે. ચોખા પાણીમાં ભરાવો થતાં ફ્રીઝની ટ્રે, પક્ષીકુંજ, અગાશી પર રહેલ ભંગારમાં, વાપરવાના પાણી સંગ્રહમાં, ટાયર પંચરની દુકાનમાં, વેસ્ટ ટાયરમાં વિગેરે મચ્છર ઉત્પતિ સ્થાનોનો નિકાલ કરવા તથા શાળાના બાળકોને મચ્છર જીવન ચક્ર વિશે સમજ આપી, મચ્છરના પોરાનો નાશ કરવા શાળામાં સેમિનાર કરી, સ્થાનિક શિક્ષકોના સહયોગથી બાળકોમાં સમજણ આપવામાં આવી હતી.