વિદેશીદા‚ની પ્રવૃત્તિમાં સંકળાયેલો વધુ એક શખ્સ પાસા હેઠળ જેલમાં ધકેલાયો

  • June 07, 2025 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ ભાવનગરના વધુ એક શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાસા હેઠળ રાજકોટ જેલ હવાલે કર્યો હતો.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા અગાઉ વિદેશી દારૂની ગેરકાયદેસરની પ્રવૃતિઓમાં સંડોવાયેલ શખ્સ વિરૂધ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલી આપવામાં આવેલ હતી.જે અંગે જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા  પાસા દરખાસ્ત માન્ય રાખી પાસા વોરંટ ઇશ્યુ કરી  રાકેશ ઉર્ફે કાળુ પ્રવિણભાઇ ચાંચીયા (રહે. ઘંટીવાળો ખાંચો, વણકરવાસ, ઉત્તર કૃષ્ણનગર, ભાવનગર)ની અટકાયત કરી તેને પાસા હેઠળ રાજકોટ જેલ હવાલે કર્યો હતો.  
આં કામગીરીમાં  પોલીસ ઇન્સ. એ.આર.વાળા તથા સ્ટાફના હરગોવિંદભાઇ બારૈયા, ઘનશ્યામભાઇ ગોહિલ અને રવિરાજસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application