મકાનના નકશાના કાગળો કરવા માટે ઘરે બોલાવી મહિલા સહિતની ટોળકીએ શિકાર બનાવ્યા
જામનગરમાં તાજેતરમાં હનીટ્રેપનો એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં મહિલા સહિત 3ની પોલીસે અટકાયત કરી હતી આ બનાવ તાજો છે ત્યા મુળ ભાણવડના એક વૃઘ્ધને ખોડીયાર કોલોની વિસ્તારમાં જમીનની માલીકીના નકશા અંગેના કાગળો કરવા માટે મહિલાએ ઘરે બોલાવીને આબ લેવાનો આરોપ મુકી 6.31 લાખ બળજબરીથી પડાવી લઇ ધમકી દીધાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે જયાં મહિલા તથા પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર સહિત સાત સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી વિગત મુજબ ભાણવડ પંથકના અને હાલ રાજકોટ યુનીવર્સીટી રોડ તોરલ પાર્ક વિસ્તારમાં રહેતા વસંતભાઇ ગોરધનભાઇ પટેલ (ઉ.વ.62)એ ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં ભાવનગરના પાલીતાણામાં રહેતા હિતેન ચૌહાણ, તળાજાના કાળુ બારૈયા, પાલીતાણાના હરેશ ખેરાલા, 40 થી 45 વર્ષની જામનગરની એક અજાણી મહિલા, પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર બે અજાણ્યા ઇસમ, મહિલાના ઘરે મોકલવા માટે લોકેશન નાખનાર એક શખ્સ, આંગડીયા પેઢીએ પૈસા લેવા જનાર એક અજાણ્યો મોટરસાયકલનો ચાલક અને તપાસમા જે નામ ખુલે એ મળી તમામ સામે બીએનએસ કલમ 308(5), 352, 351(4), 54 મુજબ ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદીને આરોપીઓએ તેમની જમીનની માલીકીના નકશા અંગેના કાગળો કરવા માટે ગત તા. 23 જાન્યુઆરીના સમયગાળા દરમ્યાન ખોડીયાર કોલોની 80 ફુટ રોડ પર આવેલ મહિલા આરોપીના ઘરે બોલાવ્યા હતા, દરમ્યાન આરોપીએ આબ લેવાનો આરોપ મુકયો હતો અને એ દરમ્યાનમાં તમામ આરોપીઓએ ત્યા આવી આ બનાવમાં પીયા આપીને સેટીંગ કરી છુટવા માટે બળજબરીથી પ્રથમ રોકડા 5.96.500 કઢાવી લીધા હતા.
તેમજ આ બનાવમાં મહિલાને હોસ્પીટલમાં દાખલ કરેલ છે તેમા તમા નામ આપેલ છે તેમ કહીને વધુ પીયા 1.25 લાખની માંગણી કરી ગાડીમાંથી ા. 35 હજાર બીવડાવીને લઇ લીધા હતા આમ ટોળકીએ કુલ 6.31.500 બળજબરીથી પડાવી લીધા હતા. તેમજ ફોનમાં વાતચીત કરી અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી દઇ તમામ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી.
દરમ્યાન વૃઘ્ધ દ્વારા આ મામલે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ગઇકાલે મહિલા સહિતની ઉપરોકત ટોળકીના સાત શખ્સો વિરુઘ્ધ ગુનો દાખલ કર્યો હતો, સીટી-સી ડીવીઝનના પીઆઇ ચાવડાની સુચનાથી પીએસઆઇ સીસોદીયા આ અંગેની તપાસ ચલાવી રહયા છે, આરોપીના નામ અને મોબાઇલ નંબરના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી છે આ બનાવે ભારે ચકચાર જગાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જામનગરના એક યુવાનને હનીટ્રેપમા ફસાવીને સોનાનો હાર પડાવી લીધો હતો તેમજ ધમકી દીધી હતી જે મામલે દંપતી સહિત 3 સામે ફરીયાદ થતા આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જે મામલો તાજો છે ત્યાં વધુ એક વૃઘ્ધને ફસાવીને નાણા ખંખેરી લેવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech