અમેરિકામાં ભારતીય વિધાર્થીઓની હત્યાનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. બોસ્ટન યુનિવર્સિટીમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરી રહેલા ૨૦ વર્ષીય પાચુરી અભિતીજની હત્યા થઈ છે. હત્પમલો કરનારાઓએ આંધ્રપ્રદેશનાં ગુંટૂંર જીલ્લામાં રહેનાર છાત્રની હત્યા કરી અને તેનાં મૃતદેહને એક જંગલની અંદર કારમાં છોડી દીધો હતો. તે તેનાં માતા–પિતા પચુરી ચક્રધર અને શ્રીલમીને એકનો એક દિકરી હતો. યુએસમાં ત્રણ મહિનામાં જ છ ભારતીય મૂળના વિધાર્થીની હત્યા થતા ત્યાં રહેતા ભારતીયોમાં આક્રોશ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ પચુરી અભિજીત નાનપણથી જ ખૂબ જ હોશિયાર વિધાર્થી રહ્યો છે. તેમનાં પરિવારનાં સદસ્યોનાં જણાવ્યા અનુસાર તેમની માતા શઆતમાં ઈચ્છતી ન હતી કે તે અભ્યાસ અર્થે વિદેશ જાય પરંતું બાદમાં પરિવારજનોની સહમતી બાદ તેને ભણવા માટે મોકલવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ હત્પમલાખોરેએ પૈસા તેમજ લેપટોપ લઈ અભિજીતની હત્યા કરી હશે. યુનિવર્સિટીમાં અન્ય એક બીજ વિધાર્થી સાથે ઝઘડાને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કૈમપસમાં થયેલી હત્યાએ ઘણી શંકાઓ ઉપજાવી છે. અમેરિકામાં તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેનાં પાર્થિવ દેહને ગુંટૂર જીલ્લાનાં બુર્રિપાલેમમાં લાવવામાં આવશે.
છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકામાં વિધાર્થીઓની હત્યાના સતત કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જાન્યુઆરીમાં એવા અહેવાલો આવ્યા હતા કે અમેરિકામાં એક સાહની અંદર ત્રણ ભારતીય વિધાર્થીઓના મોત થયા હતા.
અમેરિકામાં આવા ત્રણ કેસ નોંધાયા છે. એક કેસમાં ૨૫ વર્ષના વિવેક સૈનીએ જીવ ગુમાવ્યો હતો. વિવેકે હાલમાં જ અમેરિકામાં એમબીએ પૂર્ણ કયુ હતું. ૧૬ જાન્યુઆરીના રોજ, તેણી પર નશાના વ્યસની જુલિયન ફોકનર દ્રારા નિર્દયતાથી હત્પમલો કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં ફોકનર બેઘર હતો અને વિવેક સૈનીએ તેને ચિપ્સ, પાણી, કોક અને જેકેટ આપીને માનવતા દર્શાવી હતી. પરંતુ યારે વિવેકે તેને જવાનું કહ્યું ત્યારે તેણે તેના પર હથોડી વડે હત્પમલો કર્યેા અને વિવેકે જીવ ગુમાવ્યો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech