કોંગ્રેસ પાર્ટીને ગુવારે દિલ્હી હાઈકોર્ટમાંથી સૌથી પહેલો ઝટકો લાગ્યો હતો. જે બાદ આવકવેરા વિભાગે મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યેા હતો. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને લગભગ ૧૭૦૦ કરોડ પિયાની નોટિસ ફટકારી છે. આ સાથે જ લોકસભા ચૂંટણી પહેલા દેશની સૌથી જૂની પાર્ટીની આર્થિક ચિંતા વધી ગઈ છે. આવકવેરા વિભાગની નવી માંગ ૨૦૧૭–૧૮ થી ૨૦૨૦–૨૧ માટે છે. જેમાં દડં અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે.
આ રકમ હજુ વધવાની શકયતા છે. આવકવેરા વિભાગ ૨૦૨૧–૨૨ થી ૨૦૨૪–૨૫ સુધીની આવકના પુનર્મૂલ્યાંકનની રાહ જોઈ રહ્યું છે. તેની કટ ઓફ ડેટ રવિવાર સુધીમાં પૂર્ણ થશે. કોંગ્રેસના વકીલ અને રાયસભાના સાંસદ વિવેક ટંખાએ કહ્યું કે પક્ષ કાનૂની પડકારને આગળ ધપાવશે. તેમણે આવકવેરા વિભાગની આ કાર્યવાહીને અલોકતાંત્રિક અને અયોગ્ય ગણાવી હતી.
રાયસભાના સાંસદ અને કોંગ્રેસના વકીલ વિવેક ટંખાએ આરોપ લગાવ્યો હતો કે ગુવારે પક્ષને મુખ્ય દસ્તાવેજો વિના લગભગ ૧,૭૦૦ કરોડ પિયાની નવી નોટિસ મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીનું લોકસભા ચૂંટણી દરમિયાન આર્થિક રીતે ગળું દબાવવામાં આવી રહ્યું છે.
દિલ્હી હાઈકોર્ટે ગુવારે ચાર વર્ષના સમયગાળા માટે કર સત્તાવાળાઓ દ્રારા તેની સામે કરવેરા પુન: આકારણીની કાર્યવાહીની શઆતને પડકારતી કોંગ્રેસની અરજીઓને ફગાવી દીધી હતી. જસ્ટિસ યશવતં વર્મા અને જસ્ટિસ પુષેન્દ્ર કુમાર કૌરવની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે અન્ય એક વર્ષ માટે પુનર્મૂલ્યાંકનની રજૂઆતમાં દખલ કરવાનો ઇનકાર કરતા તેના અગાઉના ચુકાદા અનુસાર અરજીઓ ફગાવી દેવામાં આવે છે. હાલની બાબત વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૧ સુધીની આકારણી સાથે સંબંધિત છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech