અંકિતા-વિકી માંદા પડી ગયા,હોસ્પિટલની તસ્વીરો શેર કરી
ફેમસ ટીવી કપલ અંકિતા લોખંડે અને વિકી જૈને હાલમાં જ હોસ્પિટલની કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટો જોઈને કપલના ચાહકો પરેશાન છે. બિગ બોસ 17 ફેમ અંકિતા લોખંડે અને વિકી જૈન ફરી એકવાર ચર્ચાઓમાં આવી ગયા છે. પવિત્ર રિશ્તા સીરીયલની અભિનેત્રીએ તાજેતરમાં તેના પતિ વિકી જૈન સાથે હોસ્પિટલની તસવીરો શેર કરી છે. વાસ્તવમાં અંકિતા હાથમાં થયેલી ઈજાના કારણે હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે તેના પતિ વિકીની હાલત પણ ખરાબ છે. કપલને આ હાલતમાં જોઈને તેના ચાહકો પરેશાન છે.
અંકિતા લોખંડેએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પતિ વિકી જૈન સાથેના ફોટો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું, 'બીમારી અને સ્વાસ્થ્યમાં સાથે. ખરેખર...' હાથ પર થયેલી ઈજાને કારણે અભિનેત્રી આર્મ સ્લિંગ શોલ્ડર ઈમોબિલાઈઝર સાથે જોવા મળી હતી. આ ઉપરાંત, અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરીને ચાહકોને અનુમાન કરવા કહ્યું કે દર્દી કોણ છે. તેણે લખ્યું, 'અનુમાન કરો કે દર્દી કોણ છે?'
અંકિતા લોખંડેએ હોસ્પિટલમાંથી તસવીરો પોસ્ટ કરતાની સાથે જ ચાહકોએ ઘણી બધી કૉમેન્ટ કરી લીધી અને ચિંતા વ્યક્ત કરી. 'લા પિલા દે શરાબ'નું પ્રીમિયર 5 એપ્રિલે થયું હતું. આ ગીતમાં સૌરભ સચદેવા સાથે વિકી જૈન અને અંકિતા લોખંડે જોવા મળ્યા હતા. અંકિતા લોખંડે અને વિકી જૈને 'બિગ બોસ 17'માં ઘણી લાઈમલાઈટસમાં રહ્યા હતા. શોમાં બંને વચ્ચેની લડાઈ લાઈમલાઈટમાં રહી હતી. શો પછી તેમના સંબંધો વિશે અફવાઓ ઉડી હતી. આમ છતાં, આ કપલે બધાને ખોટા સાબિત કરીને હંમેશા એકબીજા માટે પ્રેમ દર્શાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં SOG PI નો ડુપ્લીકેટ રાઇટર ઝડપાયો, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ વિગતો આપી
April 23, 2025 07:17 PMજામનગર ABVP દ્વારા કશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાનો વિરોધ કરાયો
April 23, 2025 07:16 PMપહલગામ હુમલા સરકાર એક્શનમાં, PM આવાસ પર CCSની બેઠક શરૂ
April 23, 2025 07:12 PMજામનગરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 06:38 PMકશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાના પગલે જામનગરમાં આક્રોશ
April 23, 2025 05:51 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech