દેવી-દેવતાઓ પર સ્વામિ-સાધુઓની ટિપ્પણીથી ભાવનગરમાં રોષ

  • April 05, 2025 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામ ઊંચા કોટડા ચામુંડા માતાજીના સાનિધ્યમાં ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખે ધરણા યોજ્યા હતા. ભાવનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ કહેવાતા ઊંચા કોટડા ચામુંડા માતાજીના સાનિધ્યમાં ભાવનગરના ખેડૂત કલ્યાણ સંગઠન પ્રમુખ ભરતસિંહ વાળાએ એક દિવસીય ધરણા કર્યા હતા. કચ્છ મોગલધામના સમર્થનમાં ધરણા કરીને સનાતન ધર્મ વિરુદ્ધ ટિપ્પણીઓ કરનાર સામે વિરોધ દર્શાવ્યો હતો.
ભાવનગર જિલ્લાના ઊંચા કોટડા ગામ ખાતે આવેલા ચામુંડા માતાજીના સાનિધ્યમાં ખેડૂત કલ્યાણ સંગઠન પ્રમુખ ભરતસિંહ વાળાએ એક દિવસીય ધરણા કચ્છ મોગલધામના મહંત કબરાઉ બાપુના સમર્થનમાં કર્યા હતા. એક દિવસીય ધરણમાં કેટલાક સનાતનીઓએ હાજરી ઘરણામાં આપી હતી. આગામી દિવસોમાં પણ ભરતસિંહે સમર્થન કબરાઉ બાપુને આપવા તૈયારી બતાવી છે. ભરતસિંહ વાળાએ એક દિવસીય ધરણા કરતા પહેલા માતાજીના શરણમાં શીશ ઝુકાવ્યું હતું. ધરણાને ચામુંડા માતાજી ઊંચા કોટડા ટ્રસ્ટે સમર્થન આપ્યું હતું. એક દિવસીય ધરણા બાદ શંકરાચાર્ય, ધર્મગુરુઓ નક્કી કરે તે રણનીતિ મુજબ આગળ ધપવા તૈયારી દર્શાવી હતી. સનાતન ધર્મને પગલે વારંવાર વિવાદો ઉઠી રહ્યા છે. ત્યારે ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે ઘનશ્યામ પાંડે અને તેમની કંપનીમાંથી સનાતન ધર્મના દેવી દેવતાઓનું મનફાવે તેવી ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે તે સદંતર બંધ થાય માટે દરેક ધર્મગુરુઓ આગળ આવીને તેનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application