અજાણ્યા વાહનના ચાલક સામે ફરીયાદ : ઓળખ માટે તજવીજ
જામનગર-કાલાવડ રોડ સપડા ગામની ગોળાઇ નજીક અજાણ્યા વાહનના ચાલકે ઠોકર મારતા અજાણ્યા આધેડનું ગંભીર ઇજા સબબ મૃત્યુ થયુ હતું. પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા સહિતની તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગર નજીક સપડા ગામની ગોળાઇ નજીકના રોડ પર ગઇકાલે અજાણ્યા વાહનના ચાલકે બેફીકરાઇ અને પુરઝડપે ચલાવી આશરે ૫૦ થી ૫૫ વર્ષના અજાણ્યા પુરુષને હડફેટે લઇ શરીરે નાની મોટી ઇજાઓ તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી નાશી છુટયો હતો, દરમ્યાન અજાણ્યા પુરુષનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું.
આ અંગે પંચ-એના હેડ કોન્સ. ચંદુલાલ જાટીયા દ્વારા અજાણ્યા વાહનના ચાલક સામે ફરીયાદ નોંધી તેની તપાસ કરવામાં આવી રહી છે, મૃતક આધેડની ઓળખ મેળવવા માટે તપાસ લંબાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech