વાલીઓને શોધવા જામનગર પોલીસની અપીલ
જામનગરના જોડીયા પોલીસ સ્ટેશનમાં એક ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. તા. ૧૫ ઓક્ટોબરના રોજ, સાંજે ૭.૩૦ વાગ્યે જોડીયા બંદર રોડ પરથી એક અજાણી તરુણી મળી આવી છે. આશરે ૧૭ વર્ષની આ બાળા મૂંગી અને બહેરી હોવાથી પોતાનું નામ કે ઠેકાણું જણાવી શકતી નથી. તેના પર આછા ગુલાબી રંગનું ટોપ, બ્લુ કલરની લેગીન્સ અને ગળામાં પંચરંગી નાખેલી છે. તેના જમણા હાથના કાંડા પર અંગ્રેજીમાં 'રીતુ' એવું ટાટુ બનાવેલું છે.
તરુણીના વાલીઓ હાલમાં મળી આવ્યા નથી. આ બાબતે જોડીયા પોલીસ સ્ટેશનમાં કોઈ ગુમ કે અપહરણની ફરિયાદ નોંધાઈ નથી. જો કોઈ વ્યક્તિએ આ તરુણીને ઓળખી હોય અથવા તેના વિશે કોઈ માહિતી હોય તો તાત્કાલિક જોડીયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જામનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને જાણ કરવામાં આવી છે.
જોડીયા પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૮૯૩ ૨૨૨૦૩૩ ઉપર સંપર્ક કરીને આ તરુણી વિશે માહિતી આપી શકાય છે. પોલીસે આ બાળાનો ફોટો પણ જાહેર કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech