કાનપુરમાં પાણીપુરી ખાવાને લઈને એવો વિવાદ થયો કે ગોળી ચલાવવામાં આવી અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા. પ્રા વિગત મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજેન્દ્ર ચારરસ્તા પર એક ગાડી પાસે પાણીપુરી ખાવાના મુદ્દે બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. ભીડમાં રહેલા લોકોએ ગ્રેનેડ ફેંકયા અને ગોળીબાર કર્યેા. આ દરમિયાન બેકાબૂ ટોળાએ ચાર રસ્તા પર આવેલી દુકાનો અને મકાનોમાં ઘૂસીને મહિલાઓ અને બાળકોને માર માર્યેા હતો.
અહેવાલ મુજબ, વિવાદના થોડા સમય પછી, એક બાજુના લોકોએ બીજી બાજુની દુકાન પર હત્પમલો કર્યેા, જેમાં ભારે પથ્થરમારો થયો અને લાકડીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. આ દરમિયાન ધાબા પર રહેલા મકાનમાલિકે પણ પોતાની લાઇસન્સવાળી બંદૂકમાંથી ફાયરિંગ શ કરી દીધું હતું. આ વિવાદમાં બંને પક્ષના ઘણા લોકો ઘાયલ થયા છે, યારે પોલીસ દાવો કરી રહી છે કે કોઈને ગંભીર ઈજા થઈ નથી. પોલીસે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો મહિલાઓએ તેમના પર હત્પમલો કર્યેા. મળતી માહિતી મુજબ ફત્તેપુર રોશનાઈ ગામનો રહેવાસી સત્યમ સિંહ પાણીની બોટલ ખરીદવા રાજેન્દ્ર ચોક પર કારમાંથી નીચે ઉતર્યેા ત્યારે ત્યાં પહેલેથી જ હાજર ગંગા સિંહ નામનો યુવક ગાડી પાસે પાણીપુરી ખાઈ રહ્યો હતો.
આ દરમિયાન બંને યુવકો વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ મારામારી શ થઈ હતી. આ પછી, નીલમ સિંહની ફરિયાદ પર પોલીસે રાનિયા પોલીસ સ્ટેશનમાં આર્યનગરના રહેવાસી દીપુ, હરિશંકર, લાલા ટંડિયા, લાલુ, હરિકિશન, સુનીલ, કલ્લુ, ગંગા સિંહ, લલ્લન અને ૧૦ વિદ્ધ મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકીનો કેસ નોંધ્યો હતો.
કેસ નોંધાયા બાદ સેંકડો લોકોએ બીજા પક્ષની દુકાન પર હત્પમલો કર્યેા હતો. તેમણે કહ્યું કે તેમની વિદ્ધ ખોટો રિપોર્ટ લખવામાં આવ્યો છે. આ દરમિયાન દુકાનની આજુબાજુ જે પણ જોવા મળે તેને માર મારવામાં આવ્યો હતો. આ પછી દુકાનના માલિક રવિ ગુાએ ટેરેસ પર પોતાની લાઇસન્સવાળી બંદૂકથી ફાયરિંગ શ કયુ. ફાયરિંગનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરમાં ફૂલની માળા બનાવીને મહિલાઓ ગાઇ રહી છે લગ્નગીતો
April 04, 2025 02:43 PMરુકમણીનું હરણ કરીને ભગવાન શ્રીકૃષ્ણએ દોડાવ્યો હતો રથ
April 04, 2025 02:41 PMમધુવનમાં આવેલ કદમકુંડનું અને ઐતિહાસિક મહત્વ
April 04, 2025 02:39 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech