રાજકોટમાં સંત કબીર રોડ પર શક્તિ સોસાયટી શેરી નંબર 2 માં રહેતા લેબર કોન્ટ્રાક્ટર હર્ષદ મગનભાઈ ગાટલીયા દ્વારા મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મેટોડા જીઆઇડીસી શેરી નં.૨ માં રહેતા સોયબ ઉર્ફે ઇકબાલ તેનો માસીયાઇ ભાઈ મહમંદ ઉર્ફે નવાઝ તથા આસ્થા સોસાયટીમાં રહેતો પાર્થ રબારી અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે. હર્ષદભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 31/3 ના સવારના દસેક વાગ્યે તે મેટોડા ખાતે લેબરના કામ સબબ ગયા હતા. દરમિયાન અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે, ક્યાં છો ઓફિસે આવો છો મારે માણસો કામે રાખવા છે જેથી હર્ષદભાઈ એ કહ્યું હતું કે હું મેટોડા જીઆઇડીસી ગેટ નંબર 2 ના બસ સ્ટેન્ડ પાસે બેઠો છું.
બાદમાં રિક્ષા નંબર જીજે3 બીએફ 9834 બસ સ્ટેન્ડ પાસે ઉભી રહી હતી અને તેમાંથી આ શખસો ધસી આવ્યા હતા ઈકબાલે હર્ષદભાઈ પાસે આવી કહ્યું હતું કે, મારી બહેન સામે કેમ જોવે છે? તેમ કહી તેમને પકડી રાખી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા બાદમાં મહંમદ ઉર્ફે નવાઝે છરી કાઢી પેટના ભાગે છરીના બે ઘા ઝીંકી દીધા હતા અને સોયબ ઉર્ફે ઈકબાલ કહેતો હતો કે, આ મરી જાય ત્યાં સુધી મારો તેમ કહી તેણે નવાઝના હાથમાંથી છરી લઈ હર્ષદભાઈને પડખામાં છરીનો ઘા મારી દીધો હતો. બાદમાં આ ચારેય શખસો રિક્ષામાં નાસી ગયા હતા ગંભીર રીતે ઘવાયેલા હર્ષદભાઈને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, તેઓ લેબર કોન્ટ્રાક્ટર હોય મેટોડા જીઆઇડીસી ગેટ નંબર બે ની સામે રહેતી સબાના બ્લોચ કોન્ટ્રાક્ટમાં કામ કરતી હતી અને દોઢેક મહિના નોકરી કર્યા બાદ તેણે પોતાની રીતે અલગથી લેબર કોન્ટ્રાક્ટ રાખવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ જરૂરિયાત હોય ત્યારે એકબીજાને ફોન કરતા હતા અને માણસોને એકબીજાના કોન્ટ્રાક્ટમાં મોકલતા હતા. સબાનાના ભાઈ ઇકબાલ ઉર્ફે સોયેબે ફરિયાદી પાસેથી રૂપિયા ૩૫૦૦ ઉછીના લીધા હતા જેની ફરિયાદીએ એક બે વખત ઉઘરાણી કરી હતી. દરમિયાન ગઈકાલે આ શખસોએ અહીં આવી મારી નાખવાના ઇરાદે કહ્યું હતું કે મારી બહેન સાથે કેમ બોલો છો તેમ કહી છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો જે અંગે લેબર કોન્ટ્રાક્ટરની ફરિયાદ પરથી મેટોડા જીઆઇડીસી પોલીસે આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech