ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બપાડાના પાટિયા પાસે એક વૃદ્ધ પર હુમલો.કરાતા હોસ્પિટલ ખસેડાયો હતો. તળાજા થી ભાવનગર જતા હાઇવે ઉપર બપાડા ગામના પાટિયા પાસે પૈસાની ઉઘરાણી કરવા જતા એક વૃદ્ધને મુંઢ માર મારવામાં આવતા તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભાલર ગામના વાતની અને ભાવનગર હાઈવે ઉપર બપાડા ગામના પાટીયા પાસે રહેતા એક વૃદ્ધ મજૂરને આ જ વિસ્તારના એક વ્યક્તિએ માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. તળાજા સરકારી હોસ્પિટલ ખાતેથી ઇજાગ્રસ્ત વૃદ્ધે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, પોતાના દીકરાની મજૂરી કામના પૈસા સામેના વ્યક્તિ પાસે માંગવા જતા તેઓએ બીભત્સ ગાળો આપી અને મૂંઢ માર મારવામાં આવતા તેઓને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા તળાજા પોલીસ મથક ખાતે કરવામાં આવતા તળાજા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અને વૃદ્ધના નિવેદન લઇ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech