રાજકોટના ખોખળદડ નજીક વે બ્રિજ પાસે અજાણ્યા વાહનની અડફેટે મોટરસાઇકલ ચડી જતા ચાલક વૃધ્ધને ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ આજીડેમ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ મહીકા ગામના પાટિયા પાસે રઘુનંદન પાર્કમાં રહેતા અને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા વિનોદરાય વિઠ્ઠલભાઈ પાતર (ઉ.વ.૬૫) નામના વૃધ્ધ ગત સાંજે આઠેક વાગ્યે મોટરસાઇકલ લઈ ગોંડલ ચોકડી તરફથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ખોખળદડ નજીક આવેલા વર બ્રિજ પાસે પહોંચતા પુરપાટ ઝડપે જઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે મોટરસાઈકલને ઠોકરે લેતા વૃધ્ધ રોડ પર ફંગોળાતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થઈ હતી. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસ તેમજ ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી વૃધ્ધને તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ ના પગલે આજીડેમ પોલીસ દોડી આવી હતી ને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી પરિવારજનોને જાણ કરી હતી.
મૃતક રાત્રીના ગોંડલ ચોકડીથી આગળ સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા સાંજે નોકરી પુરી થતા બાઈક લઇને ઘરે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. સંતાનમાં એક પુત્ર છે. આજીડેમ પોલીસે અકસ્માત સર્જી્ નાશી જનાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech