અકબરશા ચોકમાં હુશેનભાઇ ખફી ઉપર કાટમાળ પડયા બાદ સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં લઇ જવાયા: તેઓએ દમ તોડયો
જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલ રંગુનવાલા હોસ્પિટલ પાસે અકબરશા ચોકમાં આવેલા એક મકાનની છત એકાએક તુટી પડતાં કાટમાળ નીચે દબાયેલા એક વૃઘ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતાં, ફાયર બિગ્રેડની મદદથી તેઓને બહાર કાઢીને જી.જી.હોસ્પિટલમાં લઇ જવાયા હતાં ત્યાં સારવાર દરમ્યાન વૃઘ્ધનું મોત થયું હતું.
મળતી માહિતી મુજબ રંગુનવાલા ટ્રસ્ટ હોસ્પિટલ પાસે સાતીવાડ અકબરશા ચોકમાં એક મકાન આવેલું છે, તેની છતનો કેટલોક ભાગ એકાએક ધરાશાયી થતાં આ કાટમાળ નીચે 70 વર્ષના વૃઘ્ધ હુશેનભાઇ ખફીનું મૃત્યુ થયું હતું. તાબડતોબ 108ને બોલાવવામાં આવી હતી તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ આવ્યો હતો, તેઓએ થોડો કાટમાળ દુર કરીને હુશેનભાઇને ગંભીર હાલતમાં જી.જી.હોસ્પિટલમાં ખસેડયા હતાં.
આ બનાવ બનતા લોકોના ટોળા પણ એકઠાં થઇ ગયા હતાં અને લોકોએ પણ થોડો ઘણો કાટમાળ દુર કરવામાં મદદ કરી હતી, વ્હેલી સવારના આ ઘટના બની હતી, ગંભીર રીતે ઘાયલ થયેલા વૃઘ્ધને ડોકટરોની ટીમે સઘન સારવાર આપવાની શ કરી હતી, પરંતુ થોડીવાર બાદ તેમનું મૃત્યુ થતાં આ વિસ્તારમાં શોકની લાગણી જન્મી છે, આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા જર્જરિત અને અતિ જર્જરિત મકાનોને તોડી પાડવા અગાઉ પણ નોટીસ પાઠવવામાં આવી છે, આ મકાન પણ જર્જરીત હોવાનું બોલાઇ રહ્યું છે, આજે વ્હેલી સવારે એકાએક ધડાકા સાથે મકાનની છત તૂટતા ભારે શોરબકોર થયો હતો, આજુબાજુના લોકો પણ એકઠા થયા હતા અને મકાનના કાટમાળ નીચે દબાયેલા 70 વર્ષના વૃઘ્ધને બહાર કાઢવા મહેનત કરી હતી.
લોકોએ ફાયર બ્રિગેડને બોલાવીને તાત્કાલિક કાર્યવાહી થાય તે માટે પ્રયાસો કયર્િ હતા, થોડીવારમાં જ ફાયરના જવાનો આવી પહોંચ્યા હતા અને કાટમાળ દૂર કર્યો હતો અને તેમાંથી ગંભીર રીતે ઘવાયેલા વૃઘ્ધને બહાર કાઢ્યા હતા. અવારનવાર આ રીતે મકાનો તુટી પડે છે ત્યારે જર્જરીત તેવા મકાનો માટે લોકોએ પણ ઘ્યાન રાખવું પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયાઃ વેપારીઓએ ખોટા-ફ્રોડ કોલથી ચેતવું
April 19, 2025 12:49 PMમુરલીધરને સૂકા મેવાનો મનોરથ અર્પણ
April 19, 2025 12:44 PMદ્વારકા નગરીમાં ભવ્ય શોભાયાત્રા: ભક્તો ઉમટ્યા
April 19, 2025 12:39 PMખંભાળિયા: ભરણપોષણ કેસના આરોપીને ઝડપી લેવાયો
April 19, 2025 12:35 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech