માળિયા તાલુકાના હરીપર ગામમાં જામસરની સીમમાં આવેલ રાજબાઈ માતાજીના મંદિરમાં જાત્રાળુના સેડ બનાવવા દાનમાં મળેલ રૂ.૪૨૦૦૦ હજારના લોખંડના પાઇપ કોઇ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના હરીપર ગામે રહેતા દેવજીભાઈ જીવાભાઈ ડાંગર (ઉ.વ.૭૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૦૪- ૨૦૨૪ ના રાત્રીના દસેક વાગ્યાથી તા. ૦૨-૦૪- ૨૦૨૪ દરમ્યાન કોઈપણ વખતે અજાણયા ચોર ઈસમે ફરીયાદીના ગામની સીમમા આવેલ રાજબાઈ માતાજીના મંદીરમા જાત્રાળુ માટે સેડ બનાવવા દાનમા મળેલ લોખંડની ગોળ પાઈપ નંગ-૧૨ જે એક પાઈપની કિ.રૂ.૧૫૦૦/- લેખે કિ.રૂ.૧૮૦૦૦/- તેમજ લોખંડની ચોરસ પાઈપો નંગ-૨૪ જે એક પાઈપની કિ.રૂ.૧૦૦૦/- લેખે કિ.રૂ.૨૪૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૨,૦૦૦/- ની લોખંડની પાઈપોની ખુલ્લી જગ્યામાથી કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હતો. જેથી આ બનાવ અંગે દેવાભાઈએ આરોપી વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech