જેતપુરના બળદેવધાર પાસે ગોડાઉનમાં ચાલી રહેલા ગેરકાયદે ફટાકડાના કારખાના પર ગ્રામ્ય એસોજીની ટીમે દરોડો પાડી અહીંથી ફટાકડા બનાવવાનું રો મટીરીયલ્સ કબજે કર્યું હતું. પોલીસે દરોડા દરમિયાન જેતપુરના નવાગઢમાં રહેતા શખસ અને યુપીના બે કારીગર સહિત ત્રણને ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર તરીકે ધોરાજીના સુપેડીમાં રહેતા કારખાનાના માલિક જીગ્નેશ વિરમગામાનું નામ ખુલ્યું હતું. પોલીસ આરોપીઓ સામે એક્સપોઝિવ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં કારખાનું ભાડે રાખી છેલ્લા બે માસથી અહીં ગેરકાયદે ફટાકડાનું ઉત્પાદન થતું હોવાનું જાણવા મળ્યું છે.
આગામી સમયમાં દિવાળીનો તહેવાર હોય લોકો શાંતિમય રીતે તહેવારોની ઉજવણી કરી શકે કોઈ આકસ્મિક કે માનવસર્જિત ઘટના કે જિંદગી જોખમાય તેવી દુર્ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં કોઈપણ લાઇસન્સ કે પરવાના વગર ફટાકડાનું ઉત્પાદન કરવા માટે રાખતા રો મટીરીયલ્સ તેમજ ફટાકડાનો ઉત્પાદન કરતા કારખાના કે ગોડાઉન ચેક કરવા માટે રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સૂચનાના પગલે રાજકોટ ગ્રામ્ય એસોજી પીઆઇ એફ.એ. પારગીના માર્ગદર્શનમાં પીએસઆઇ બી.સી.મિયાત્રા તથા તેમની ટીમ તપાસમાં હતી.
દરમિયાન એએસઆઈ જયવીરસિંહ રાણા, ઇન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા અને અરવિંદભાઈ દાફડાને એવી હકીકત મળી હતી કે, ધોરાજીના સુપેડીમાં રહેતો જીગ્નેશ વિરમગામા નવાગઢ કેનાલ રોડ પર બળદેવધારની બાજુમાં આવેલા શિવાલય વેરહાઉસમાં મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ નામના ગોડાઉન નંબર 4 માં ગેરકાયદે રીતે લાઇસન્સ વગર નાના-મોટા ફટાકડાનું કારખાનું ચલાવે છે. આ બાતમીના આધારે પોલીસની ટીમને અહીં બળદેવધાર પાસે મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ નામના ગોડાઉન નંબર 4 માં તપાસ કરતા ગેરકાયદે કોઈપણ જાતના લાયસન્સ કે પરવાના વગર ફટાકડા બનાવવા માટેના જુદા-જુદા કેમિકલ્સ તથા રો- મટીરીયલ્સ રાખી ફટાકડાનું ઉત્પાદન કરવાનું કારખાનું ચાલતું હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે અહીંથી જેતપુરના નવાગઢ પટેલ ચોકમાં રહેતા સાહિલ મુકેશભાઈ રામોલિયા (ઉ.વ 22), યુપીના ફિરોઝાબાદ જિલ્લાના શ્યામુ હાકીમસિંહ કુસ્વાહ(ઉ.વ 29) તેમજ યુપીના દેવેન્દ્ર અરવિંદભાઈ માથુર(ઉ.વ 20) ને ઝડપી લીધા હતા પોલીસે રૂ. 36,350 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં શ્યામુ અને દેવેન્દ્ર બંને ફટાકડા બનાવવાના કારીગર હોય અને સાહિલ અહીં સંચાલન કરતો હતો જ્યારે મુખ્ય સૂત્રધાર તરીકે ધોરાજીના સુપેડીમાં રહેતા જીગ્નેશ પરસોત્તમભાઈ વીરગમાનું નામ સામે આવ્યું હતું. તેણે આ કારખાનું અહીં બે મહિનાથી ભાડે રાખ્યું હોય અને બે મહિનાથી અહીં ગેરકાયદે લાયસન્સ વગર ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું માલુમ પડ્યું છે. ત્યારે પોલીસે હાલ ચારેય શખસો સામે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સ્ફોટક અધિનિયમ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર જીગ્નેશને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
સુતરી બોમ્બના 45, બીડી બોમ્બના 96 બોક્સ મળ્યા
બળદેવધાર વિસ્તારમાં મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ નામના ગોડાઉનમાં પોલીસે ચાલી રહેલા ગેરકાયદે ફટાકડા બનાવવાના કારખાના પર દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં ફટાકડા બનાવવાના રો-મટીરીયલ્સ કબજે કયર્િ ઉપરાંત સુતરી બોમ્બના 45 બોક્સ અને બીડી બોમ્બના 96 બોક્સ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પુઠાના બોક્સનું કહી ગોડાઉન 65 હજારમાં ભાડે રાખ્યું હતું
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી હતી કે, આ કારખાનું અનિલભાઈ નામના વ્યક્તિનું હોય આરોપી જીગ્નેશ એ બે માસ પૂર્વે અનિલભાઈને પોતાને અહીં પૂઠાના બોક્સનું ઉત્પાદન કરવું છે તેમ કહી માસિક રૂ.5,000 માં આ કારખાનું ભાડે રાખ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech