અગાઉ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતા અને હાલ લોધિકાના પાળ ગામે સ્થાયી થયેલા યુવાનને અહીં આંબેડકરનગરમાં રહેતા શખસે મારી નાખવાના ઇરાદે ગળા પર અને હાથ પર છરીના ઘા ઝીંકયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અગાઉ પાંચ વર્ષ પૂર્વે આ શખસ સાથે ઝઘડો થતાં યુવાનને તેનો પરિવાર અહીંથી ચાલ્યો ગયો હતો. દરમિયાન યુવાન ગઈકાલે અહીં આંબેડકર નગરમાં આવતા તેના પર હત્પમલો કરવામાં આવ્યો હતો. આ અંગે માલવીયાનગર પોલીસે હત્યાની પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ જરી કાર્યવાહી કરી હતી.
હાલ લોધિકાના પાળ ગામે રામાપીરના મંદિરવાળી શેરીમાં રહેતા મૂળ રાજકોટમાં ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નંબર ૧૪ નેહા બ્યુટી પાર્લર પાસેના રહેવાસી અને ડ્રાઇવિંગ કામ કરનાર સંદીપ રામજીભાઈ રાઠોડ (ઉ.વ ૩૧) દ્રારા માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાર્થ ચતુરભાઈ ગોહેલ(ઉ.વ ૩૧ રહે. આંબેડકર નગર શેરી નંબર ૧૪)નું નામ આપ્યું છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી પાંચ વર્ષ પૂર્વે આરોપી ચતુર ગોહેલ જે આંબેડકરનગર શેરી નંબર ૧૪ માં તેમની પાડોશમાં જ રહેતો હોય તેણે ઝઘડો કર્યેા હતો. વધુ ઝઘડો ન થાય તે માટે જે તે સમયે યુવાન અહીંથી મકાન ખાલી કરી જુનાગઢ પરિવાર સાથે ચાલ્યો ગયો હતો. ત્રણ વર્ષ અહીં રહ્યા બાદ છેલ્લા બે વર્ષથી લોધિકાના પાળ ગામે રહે છે. જે સમયે મકાન ખાલી કયુ હતું ત્યારે પાર્થે ધમકી આપી હતી કે હવે આ મકાન તરફ દેખાવા જોઈએ નહીં અને આ મકાન ભૂલી જજો.
દરમિયાન ગઈકાલે બપોરના યુવાન અહીં આંબેડકરનગર શેરી નંબર ૧૫માં મોમાઈ પાનની દુકાને આવતા પાર્થ ગોહેલ તેને જોઈ જતા ઉશ્કેરાઈ ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે તમને મારા ઘર બાજુ આવવાની ના પાડી છે તો તું કેમ અહીંયા આવે છે તને આજે તો જાનથી મારી નાખીશ તેમ કહી ગાળો આપી હતી. જેથી યુવાને ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઇ છરી કાઢી મારી નાખવાના ઈરાદે યુવાનના ગળાનાભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. યુવાને હાથ આડો રાખતા જમણા હાથમાં બે ઘા મારી દીધા હતા. ડરના લીધે યુવાને અહીંથી દોટ મૂકી ૧૫૦ ફટ રીંગ રોડ તરફ પહોંચી ગયો હતો. તે અહીં લોહીલુહાણ હાલતમાં હોય કોઈએ ૧૦૮ ને ફોન કરતા યુવાનને ૧૦૮ મારફત સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બાદમાં યુવાને હોસ્પિટલ બીછાનેથી આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી પાર્થ ચતુરભાઈ ગોહેલ(ઉ.વ ૩૧) સામે ગુનો નોંધી તેને સકંજામાં લઇ જરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીઆઈ જે.આર. દેસાઈ ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગાય સાથે જધન્ય કૃત્ય કરનાર શખ્સને ગણતરીના કલાકોમાં પોલીસે શોધી કાઢ્યો
April 12, 2025 12:53 PMજોડિયા: "રામવાડી" માં હનુમાન જ્યંતીની ભકિતભાવ પૂર્વક ઉજવણી
April 12, 2025 12:48 PMસેવક દેવળીયા ગામેથી પાંચ જુગારીઓ ઝડપાયા
April 12, 2025 12:40 PMખંભાળિયામાં પ્રૌઢ સાથે અગાઉની માથાકૂટનું મનદુઃખ રાખી બે શખ્સો દ્વારા બધડાટી
April 12, 2025 12:39 PMખંભાળિયા નજીક બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત
April 12, 2025 12:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech