લાલપુરમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું
લાલપુરમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું
August 03, 2024 10:57 AM
લાલપુરમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું
લાલપુરમાં સ્પર્ધાત્માંમક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓએ પ્રાંત કચેરી ખાતે જય પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષા માંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવી તેમ જ ફોરેસ્ટ ની ભરતી માં નોર્મલાઈઝન કર્યા બાદ ઉમેદવારમાં માર્ક પ્રસિધ્ધ કરવામાં આવે અને છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ, સીસીઈ, સબ એડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઇનર જેવી અલગ અલગ સર્વાગી અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે
.બી.આર.ટી દ્વારા પરીક્ષા લેતી એજન્સીની છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી તે અનેક છબરડા સામે આવ્યા છે બીજી મુશ્કેલી એ પણ છે કે એક થી વધારે શિફ્ટ માં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી અને નોર્મલાઈઝન મેથડ નો ઉપયોગ કરી ને જે મીટર યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગણભાર ચોક્કસાઇ થી માપી શકાતો નથી અને તુલનાત્મક માપ દંડો પણ જળવાતા નથી તેથી CBRT પધ્ધતિ નાબુદ કરવી જોઈએ તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી છે .