પોરબંદરની નર્સીંગ સ્કૂલ ખાતે કામકાજના સ્થળે જાતીય સતામણીના કાયદા સહિત વિવિધ કાયદાઓ અંગે માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યુ હતુ.
મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લાના જનરલ નર્સિંગ સ્કૂલ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ -૨૦૧૩ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાયદાકીય જાગૃતિ સેમિનારમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી એચ.બી.ટાઢાણી દ્વારા આ સેમિનારની પરેખા આપેલ તેમજ તમામ બહેનોને પ્રોત્સાહન પૂરુ પાડેલ.આ કાયદાકીય જાગૃતિ સેમિનારમાં કાયદા નિષ્ણાંત યોગેશભાઈ નનેરા દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ વિશે માહિતી આપવામાં આવી હતી. આ તકે યોગેશભાઈ નનેરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મહિલાઓને કામકાજના સ્થળે થતી કોઇપણ પ્રકારની જાહેર સતામણીથી રક્ષણ મેળવવા અંગે કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું. પોકસો એક્ટ વિશે માહિતી આપેલ .મહિલાઓએ સશક્ત થઈને જાગૃતતા કેળવવી જોઈએ. તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જારી કરાયેલ ટોલ ફ્રિ નંબર ૧૫૧૦૦ પર સંપર્ક કરીને નિ:શુલ્ક નિષ્ણાત દ્વારા કાયદાકીય જરી સલાહ મેળવી શકે છે.તેમજ આ કાયદા અંતગર્ત વિવિધ કલમો અંતર્ગત મહિલાને મળતા રક્ષણ વિશે વિસ્તૃત માહિતી આપેલ હતી.
ત્યારબાદ ૧૮૧ મહિલા હેલ્પલાઈનના કાઉસેલર મીરાબેન માવદિયા તેમજ કોસ્ટેબલ દ્વારા આ યોજના વિશે વિસ્તૃત માહિતી આપી તેમજ મોબાઈલની એન્ડ્રોઈડ એપ્લિકેશન ત્યાં હાજર બહેનોને ઇન્સ્ટોલ કરાવેલ.સખી વન સ્ટોપ સેન્ટરના કિરણબેન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર પર બહેનોને મળતી સહાય તેમજ સેન્ટરની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપેલ. ત્યારબાદ પી.બી.એસ.સી. ના કાઉસેલર તેજલબેન દ્વારા સેન્ટરની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપેલ હતી.તેમજ સાંપ્રત પ્રવાહમાં બનતા વિવિધ સાયબર ફ્રોડના કિસ્સા વિશે માહિતી આપેલ હતી.
સંકલ્પ ડી.એ.ઇ.ડબલ્યુ.ના કર્મચારી સંધ્યાબેન જોષી દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરીના હરદાસભાઈ દ્વારા પાલક માતા-પિતા યોજના ,દિવ્યાંગ સહાય યોજના તેમજ વિવિધ સમાજ સુરક્ષા કચેરી હસ્તક વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી..
આ સેમિનારમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણી, જનરલ નર્સિંગ હોસ્ટેલના રેક્ટર શ્રધ્ધાબેન, જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરીના સ્ટાફ , જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકનો તમામ સ્ટાફ તેમજ જનરલ નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીની ૧૫૦ બહેનો ઉપસ્થિત રહ્યા હતા .આ સેમિનારમાં ઉપસ્થિત તમામ સહભાગી આ સેમિનારમાં તમામને કાયદાકીય પ્રતિકાર ફિલ્મ બતાવવામાં આવી હતી. આ સેમિનારનું.જિલ્લા મહિલા અને બાળ અધિકારી એચ.બી.ટાઢાંણીના માર્ગદર્શન હેઠળ આયોજન થયેલ હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનના કર્મચારીઓ દ્વારા કરેલું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech