લીમડાલેનમાં આવેલી પાંજરાપોળમાં આશ્રિત-અંધ-અપંગ-વૃદ્ધ-બિમાર ગાયો માટે મકરસંક્રાંતિનું દાન કરી પુણ્યનું ભાથું બાંધવા અપિલ
જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી પાંજરાપોળ કે જેમાં એક હજારથી વધુ અપંગ બીમાર અંધ ગાયો નો નિભાવ કરવામાં આવે છે. આવતા રવિવારે મકરસંક્રાંતિ નું પર્વ એટલે કે દાનના મહિમાનું પર્વ છે, ત્યારે જામનગરની ધર્મપ્રેમી જનતાએ પાંજરાપોળમાં ગાયો માટે દાન આપીને પુણ્યનું ભાથું બાંધવા પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.
જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આવેલી શ્રી જામનગર પાંજરાપોળ ગૌશાળા કે જેમાં એક હજારથી વધુ ગાયોનો નિભાવ કરવામાં આવે છે. જેમાં વૃદ્ધ, બિમાર, અંધ અપંગ, સૂરદાસ તથા માં વગરના વાછડી - વાછરડાની સારવાર તથા નિભાવ કરવામાં આવે છે.
ઉપરાંત જામનગર શહેર સહિતના વિસ્તારમાં કતલખાને જતી ગાયો- વાછરડાઓને પણ બચાવી લીધા પછી આવા ગાય વાછરડાને આજીવન સાર સંભાળ રાખવા માટે જામનગર પાંજરાપોળ તથા ખડબામાં આવેલી ગૌશાળામાં તેનો આજીવન નિભાવ કરવામાં આવે છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં ઘટતો જતો દાનનો પ્રવાહ ઉપરાંત મોંઘવારી વધતાં પશુઓ-ગૌ માતાને લઈને લગભગ જીવદયા સંસ્થાઓ પાસે કોઈ કાયમી-નિયમિત આવકનું સાધન હોતું નથી. અબોલ જીવો, ગૌમાતા જીવતાં રહે, તેની સારવાર થતી રહે, તેમને ખોરાક-પાણી વ્યવસ્થિત મળતાં રહે તે માટે જીવદયા સંસ્થા શ્રી જામનગર પાંજરાપોળ ગૌશાળા માં દાન આપવા પાંજરાપોળના ટ્રસ્ટીગણ દ્વારા જીવદયાભરી વિનંતી કરાઈ છે. પાંજરાપોળ જામનગરની ધર્મપ્રેમી જનતા પાસે દાન મેળવી નિભાવ કરે છે. બીજા શહેરમાં ફાળો કે દાન લેવા જતા નથી. તે ધ્યાને લઇ જામનગરની પાંજરાપોળની સહકાર આપશો તેવી અપીલ કરાઈ છે.
મકરસંક્રાંતિના પર્વે જીવદયા પ્રેમીઓ પોતાના ઘેરથી પણ ઓનલાઇન પેમેન્ટ કરી સંસ્થામાં દાન કરીને પુણ્ય નું ભાથું બાંધી શકે છે. જેના માટે જામનગર પાંજરાપોળ ગૌશાળા ભૂમિ પ્રેસની બાજુમાં, લીમડા લાઈન,જામનગર ૦૨૮૮-૨૫૪૦૯૯૦ નો સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આપનું દાન ૮૦- જી.આઈ. ટી.માંથી બાદ મળે છે. જામનગર પાંજરાપોળનું ખાતુ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં છે. જેના ખાતા નંબર ૩૧૯૭૫૪૨૨૧૦ છે, તેમજ બેંક નો આઈ.એફ.એસ.સી.કોડ સીબીઆઈનાં૨૮૧૦૧૭ જામનગર છે.સાથો સાથ ક્યુ આર કોડ ના માધ્યમથી ઓનલાઈન પેમેન્ટ પણ દાનના સ્વરુપમાં કરી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech