ગારીયાધાર પોલીસ મથકમાં દાખલ થયેલ છેતરપીંડી તથા વિશ્વાસઘાતનાં અલગ- અલગ બે ગુન્હામાં સુરત જેલમાંથી છેલ્લાં ૯ મહીનાથી પેરોલ રજા ઉપરથી ફરાર કાચા કામના કેદીને ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો હતો.
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં સને-૨૦૧૩ માં દાખલ થયેલ છેતરપીંડી તથા વિશ્વાસઘાતનાં અલગ-અલગ બે ગુન્હામાં સુરત, લાજપોર મધ્યસ્થ જેલમાં રહેલ પેરોલ રજા ઉપરથી ફરાર થઇ ગયેલ કાચા કામના કેદી નંબર- ૭૪૨૦/૨૦૨૩ જીતેશ રમેશભાઇ ગાજરીયા રહે.૨૧૦૨, ઇવીંગ બલરામ, સ્ટ્રીટ, સિદ્રેશ જયુતિ ટાવર, ગ્રેટ મુંબઇ રાજ્ય-મહારાષ્ટ્ર હાલ મુંબઇ ખાતે રહેતો હોવાની હકિકત મળી આવેલ જે બાતમી આધારે સ્ટાફના માણસો મુંબઇ ખાતે જઇ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં કાચા કામના કેદી જીતેશ રમેશભાઇ ગાજરીયા (ઉ.વ.૫૧ ધંધો.વેપાર રહે.૨૧૦૨, ઇવીંગ બલરામ, સ્ટ્રીટ, સિદ્રેશ જયુતિ ટાવર, ગ્રેટ મુંબઇ રાજ્ય-મહારાષ્ટ્ર, હાલ રહે.૩૫૦૨,એ-વીંગ, કીઆરા, લોઢાપાર્ક, મુંબઇ(મહારાષ્ટ્ર) મળી આવતા તેને ઝડપી લીધો હતો.આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ. પી.બી.જેબલીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના દિપસંગભાઇ ભંડારી, હીરેનભાઇ સોલંકી, હરેશભાઇ ઉલવા, નીતીનભાઇ ખટાણા, પ્રજ્ઞેશભાઇ પંડયા અને હરપાલસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech