નાસાના અવકાશયાનની ભ્રમણકક્ષામાં રશિયન ઉપગ્રહ સાથે અથડાતા–અથડાતા બચી ગયું હતું. નાસાના થર્મેાસ્ફિયર આયોનોસ્ફિયર એનર્જેટિકસ એન્ડ ડાયનેમિકસ મિશન (ટાઇમ્ડ) અને રશિયાના કોસ્મોસ ૨૨૨૧ ઉપગ્રહનું અવકાશયાન ૨૮ ફેબ્રુઆરીના રોજ યુએસ સમય અનુસાર સવારે ૧.૩૦ વાગ્યે એકબીજાની ખૂબ નજીકથી પસાર થયું હતું. તે સમયે બંને પૃથ્વીથી ૬૦૦ કિલોમીટરની ઐંચાઈ પર હતા.
અહેવાલો અનુસાર, ટાઇમ્ડ અવકાશયાન પૃથ્વીના વાતાવરણ પર સૂર્યની અસરોનું નિરીક્ષણ કરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો અથડામણ થઈ હોત તો સેટેલાઇટ નષ્ટ્ર થઈ ગયો હોત. આનાથી અવકાશમાં મોટો કાટમાળ ફેલાયો હોત, જે અન્ય ઉપગ્રહો માટે જોખમી બની શકે. નાસા અને સંરક્ષણ વિભાગના પ્રતિનિધિઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અવકાશમાં પહેલેથી જ ઘણો કાટમાળ છે, જે અન્ય ઉપગ્રહો માટે ખતરો છે.
પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં આવી અથડામણોને કેસલર સિન્ડ્રોમ કહેવામાં આવે છે. જો કે અત્યાર સુધી આટલી મોટી અથડામણ થઈ નથી. વૈજ્ઞાનિકો ઉપગ્રહોની વધતી સંખ્યા અને સ્પેસ જંકને લઈને ચિંતિત છે. નાસાના જણાવ્યા અનુસાર સંરક્ષણ વિભાગ અવકાશમાં ૩૦,૦૦૦ સૌથી મોટા કાટમાળના ટુકડાને ટ્રેક કરે છે. આ ટુકડાઓ ઉપગ્રહો અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે ખતરો છે
વૈજ્ઞાનિકો સ્પેસ જંકની સમસ્યાનો સામનો કરવાની રીતો પર કામ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોની એક ટીમે લેસર વડે બ્લાસ્ટ કરીને અવકાશમાંથી નાના જંકને દૂર કરવાની દરખાસ્ત કરી છે, યારે યુરોપિયન સ્પેસ એજન્સી ચાર રોબોટ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. ૨૦૨૫માં આ મિશન શ કરવામાં આવે તેવી શકયતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech