ગુજરાતના ઉત્તર, મધ્ય અને દક્ષિણના ભાગોમાં તાપમાનમાં એકાએક 3થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. નલિયાને પાછળ છોડીને રાજકોટ બાદ હવે અમરેલી 8.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ચાર દિવસ સુધી લઘુતમ તાપમાન યથાવત્ રહેવાની સંભાવના છે, એટલે કે રાજ્યમાં ફરી એક વખત તીવ્ર ઠંડીનો અનુભવ થશે.
રાજ્યમાં સૌથી ઓછું તાપમાન અમરેલીમાં નોંધાયું છે. ત્યારબાદ રાજકોટમાં પણ લઘુતમ તાપમાન નલિયા કરતાં ઓછું રહ્યું હતું. ગત રાત્રિએ અમરેલીમાં રાજ્યનું સૌથી ઓછું 8.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજકોટમાં 9.4 ડિગ્રી સેલ્સિયસ અને નલિયામાં 9.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં ચાર ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 12.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. તો વડોદરામાં 17.2 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 16.3 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
હજુ પણ 4 દિવસ ઠંડી રહેશે
રાજકોટ શહેરમાં મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન પણ ઠાર અનુભવાઈ રહ્યો છે. સામાન્ય રીતે આ દિવસોમાં ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાતું હોય છે, પણ શહેરમાં પારો 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જ રહે છે. શહેરમાં મંગળવારે ન્યૂનતમ તાપમાન 9.9 ડિગ્રી, જ્યારે બુધવારે 10.8 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જાન્યુઆરીના બીજા સપ્તાહનું સામાન્ય તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ છે અને 13થી 14 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાતું હોય છે. જોકે, આ વખતે સામાન્ય કરતાં 2થી 3 ડિગ્રી ઘટાડો આવ્યો છે. હજુ ચાર દિવસ સુધી પારો 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી શક્યતા છે. ત્યારબાદ ક્રમશ: વધારો આવશે.
મહત્તમ તાપમાન વિશે હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલ જે તાપમાન નોંધાઈ રહ્યું છે તે 28 ડિગ્રી સેલ્સિયસ છે અને સામાન્ય જ છે. પણ હાલ પવનની ગતિ ક્યારેક 15થી 20 કિ.મી. પ્રતિ કલાક જેટલી નોંધાતી હોવાથી દિવસ દરમિયાન ઠારનો અનુભવ થાય છે. હજુ થોડા દિવસ સુધી આ જ સ્થિતિ રહેશે. ત્યારબાદ મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ થતા ઠંડીમાં રાહત થશે.
જામનગરમાં કડકડતી ઠંડી
જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી કડકડતી ઠંડીએ જનજીવનને પ્રભાવિત કર્યું છે. શહેરમાં લઘુતમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા અને પવનની ગતિ 3.4 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ છે. બર્ફીલા પવનના કારણે લોકો રાત્રે અને વહેલી સવારે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં લોકો ઠંડીથી બચવા ગેસ હીટર અને સગડીનો આશરો લઈ રહ્યા છે. ખાસ કરીને શ્રમિક પરિવારો તાપણાનો સહારો લઈને કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે.
છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં એક ડિગ્રી જેટલો વધારો નોંધાયો હોવા છતાં, શીતલહેર અને ઠંડા પવનના કારણે લોકોને ઠંડીનો વધુ અનુભવ થઈ રહ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોલ્ડવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
પારનેરા ડુંગર પરથી આવતા ઠંડા પવનના કારણે ખેડૂતો રવિ પાક અને આંબાની માવજત જેવા ખેતીકાર્યોમાં વ્યસ્ત છે. ઠંડીની મોસમની શરૂઆત થતાં ખેડૂતો આંબામાં થતાં રોગ અને જીવાત પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. હવામાન વિભાગના મતે રાત્રિ દરમિયાન તાપમાન 21 ડિગ્રી સુધી રહી શકે છે.
પવનના સુસવાટાથી ઠંડી અનુભવાઈ
હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનું લઘુતમ તાપમાન 4 ડિગ્રી વધ્યું છે, જેથી રાત્રે ઠંડીનું પ્રમાણ ઓછું હતું, પરંતુ પવનના સુસવાટાને કારણે ઠંડી અનુભવાઇ હતી. આગામી 24થી 36 કલાક વાતાવરણ યથાવત્ રહેશે, ત્યારબાદ ફરી તાપમાન ઘટશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech