અમરેલીના આયુર્વેદિક ડોક્ટરને સબંધીઓએ ચૂંટણીના પ્રચાર-પ્રસાર અને પ્રમોશનના કામમાં રોકાણ કરાવી ઉંચુ વળતર આપવાની લાલચ આપી પ્રૌઢ પાસેથી કટકે કટકે રૂ.53 લાખનું રોકાણ કરાવ્યા બાદ પ્રૌઢએ વળતર માગતા વળતર અને મુદ્દલ રકમ ન આપી ફરિયાદ કરશો તો એક્સીડેન્ટ કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા પ્રૌઢએ તેના ફઈ, ફઈનો દીકરો અને તેની પત્ની સામે અમરેલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત મુજબ મુળ રહે. કુકાવાવના અને હાલ અમરેલીમાં ચિતલ રોડ પર મહિલા સોસાયટી, બ્લોક નં.સી-૨માં રહેતા વૈદ પુનીતભાઇ રમેશચંદ્ર વ્યાસ (ઉ.વ.૫૧) નામના પ્રૌઢે અમરેલી સીટી પોલીસ મથકમાં અમરેલીના બ્રાહ્મણ સોસાયટી, ગોપાલનગર-૨ ની પાછળ યોગેશ્વર નગરમાં રહેતા ફઈ રેખાબેન મહેશભાઇ મહેતા તેનો દીકરો વિશાલ મહેશભાઇ મહેતા અને તેની પત્ની વિધી ઉર્ફે પુનમબેન વિશાલભાઇ મહેતાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, રેખાબેનનો દીકરો વિશાલ નમ્ર સોલ્યુંશન નામની એજન્સી ચલાવે છે અને પોતે ચૂંટણીના પ્રચાર પ્રસાર અને પ્રમોશનની જાહેરાતનું કામ કરે છે. આ કામમાં પૈસા રોકવાથી સારું એવું વળતર મળે છે જે વાત કર્યા બાદ ફઈ રેખાબેન અને તેની પુત્રવધુ વિધિ ઉર્ફે પૂનમએ પણ પૈસા રોકવા માટેનું કહેતા પ્રૌઢના પત્ની નિવૃત શિક્ષક હોય તેના અને મારી પાસેના મરણ મૂડીના પૈસા હોય જે કટકે કટકે 53,04000 આપ્યા હતા અને વિશ્વાસ અપાવવા માટે અમને કોરા બે ચેક આપ્યા હતા.
કેટલોક સમય થયા બાદ રોકાણ સામે કોઈ વળતર ન મળતા બહાના બતાવતા હતા. બાદમાં રોકાણ કરેલા પૈસા પરત માગ્યા હતા જો પૈસા ન હોય તો કોરા ચેક બેંકમાં નાખવાનું કહેતા ફઈ રેખાબેન અને પુત્રવધુ વિધિ ઉર્ફે પૂનમએ ધમકી આપી હતી કે, જો ચેક બેંકમાં નાખશો કે ફરિયાદ કરશો તો એક્સીડેન્ટ કરાવી જાનથી મારી નાંખીશુ. પ્રૌઢની ફરીયાદના પગલે પોલીસે ત્રણેય સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એમ.વી.લુવા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech