ગેંગના ત્રણ શખસોને ઝડપી લઇ રોકડ, સોના, ચાંદીના દાગીના, બાઈક સહિત રૂા.૫.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા: એકની શોધખોળઆજકાલ પ્રતિનિધિ–રાજકોટ
અમરેલી ક્રાઇમ બ્રાન્ચએ ઘરફોડ ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સોને ઝડપી લઇ આગવી ઢબે પુછપરછ કરતા રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં કરેલી ૧૧ જેટલી ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે સોના ચાંદીના દાગીના અને બાઈક મળી કુલ . ૫,૩૫,૮૮૪નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત લાઠી તાલુકાના દેરડી (જાનબાઈ) ગામે ગત તા.૧૫–૧૨ના પરસોતમભાઇ ભુપતભાઇ જીંજરીયાના પિતાના રહેણાંક મકાનમાં તેમજ ધીભાઈ બીજલભાઈ બારૈયા,બ લમીબેન રાવજીભાઈ પરમારના રહેણાંક મકાનમાં અજાણ્યા શખ્સોએ વંડી ટપી પ્રવેશ કરીને સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી ગેંગ સક્રિય બનતા આવી ગેંગના સભ્યોને ઝડપી પાડી ચોરીમાં ગયેલો મુદામાલ રિકવર કરી ગુનાઓ ડિટેકટ કરવા માટે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્રારા સૂચના આપવામાં આવતા સુચનાને અનુલક્ષીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ એકિટવ બની આવી એમઓ ધરાવતા શખ્સોના વર્ણનના આધારે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સો મોટરસાઇકલ લઇ લાઠી રેલવે સ્ટેશન પાસે આટાફેરા કરી રહ્યા છે જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી બાઈક પર આટા મારતા ત્રણેય શખ્સોને રોકી પુછપરછ કરવામાં આવતા પોતાના નામ અજય ઉર્ફે બોડિયો યંતિભાઈ ઝાપડિયા (રહે–તુરખા,તા.ગઢડા, હાલમાં સુરતના શ્રીરામ ચોકડી પાસે હાઉસિંગ સોસાયટી)માં રહેતો હોવાનું જયારે અન્ય બે શખ્સોએ પોતાના નામ ગોપાલ શીવાભાઈ પરમાર (રહે–પાલીતાણા , હાલ સુરત) અને શ્યામ ઉર્ફે બાડો ઉર્ફે શંભુ આતુભાઇ પટેલીયા (રહે–ગરાજીયા, તા.પાલીતાણા)નો હોવાનું જણાવતા ત્રણેય શખ્સોને શંકાને આધારે અટકાયત કરી પોલીસ મથકે લઇ જઈ પૂછપરછ હાથ ધરતા શખ્સોએ ૧૧ જેટલી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી પોલીસે ત્રણેય પાસેથી ચોરીના દાગીના, રોકડ સહીત .૫,૩૫,૮૮૪નો મુદામાલ કબ્જે કર્યેા હતો. ઘરફોડ ચોરીના ત્રણેયની સાથે ભરત ઉર્ફે પથુડો મનુભાઈ વાઘેલા (રહે–નવાણિયા. તા.વલ્લભીપુર)નો હોવાની કબૂલાત આપતા ભરતની શોધખોળ હાથ ધરી છે
આ ૧૧ ચોરીના ભેદ ઉકેલાયા
પડકાયેલા શખ્સોની પુછપરછ દરમિયાન રાજકોટના સરધાર, લાઠીના જાનબાઈ દેરડી, બગદાણાના ગુંદરણા, કરમદીયા, બગદાણા શહેર, ભાવનગરના જેસર ગામ, બાબરાના લાલકા, રાયપર, સુકવડા, કરિયાણા ગામે બધં મકાનને ટાર્ગેટ કરી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.
અમરેલી ક્રાઇમ બ્રાન્ચ–લાઠી પોલીસની ટીમે ડિટેકશન કયુ
અડધા સૌરાષ્ટ્ર્રને ધમરોળથી તસ્કર ગેંગને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અમરેલી ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ અલ્પેશ પટેલની રાહબરીમાં એએસઆઇ એ.એમ.પટેલ, જાવેદભાઈ ચૌહાણ, મહેશભાઈ સરવૈયા, અજયભાઇ સોલંકી, હેડ.કોન્સ.મનીષભાઈ જાની, રાહત્પલભાઈ ઢાપા, કિશભાઈ અસોદરીયા, તુષારભાઈ પાંચાણી, મહેશભાઈ મુંધવા, પો.કોન્સ.વરજાંગભાઇ મૂળિયાસીયા, હરેશભાઇ કુંવારદાર, લાઠી પોલીસ મથકના પીએસઆઇ એચ.જે.બરવાળીયા, હેડ કોન્સ.શૈલેષભાઇ કામળીયા, રમેશભાઈ કોતર, પો.કોન્સ.વિશ્વદીપસિંહ ગોહિલ અને સુનિલસિંહ રાઠોડ સહિતની ટીમ દ્રારા કરવામાં આવી હતી
.આરોપીનો ગુનાહિત ઇતિહાસ
પોલીસની તપાસમાં અજય ઉર્ફે બોડિયા સામે વલ્લભીપુર, ગઢડા, બોટાદ રલ, આટકોટ, ગોંડલ, વીંછિયા, ઉના પોલીસ મથકમાં, ગોપાલ શિવા પરમાર સામે તાપીના વાલોડમાં અને શ્યામ ઉર્ફે બાડો ઉર્ફે શંભુ પટેલીયા સામે વંડા પોલીસ મથકમાં ચોરીના ગુના નોંધાયેલા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech