અમરેલી ખાતે કરોડો પિયાના ખર્ચે તૈયાર થયેલ બસ પોર્ટનું લોકાર્પણ આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરવાના હોય બસ પોર્ટ ને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે અને મુસાફર વર્ગમાં આ લોકાર્પણને લઈ જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમરેલીમાં સાતેક વર્ષ પહેલા હયાત બસ સ્ટેશનને જમીનદોસ્ત કરીને કરોડો પિયાના ખર્ચથી નવું એરપોર્ટ કક્ષાનું બસ પોર્ટ બનાવવામાં આવ્યું છે. આ બસ પોર્ટનું નિર્માણ ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું હતું પરંતુ વહીવટી તંત્રની અણઆવડત અને બેદરકારીને કારણે નવું બસ પોર્ટ શ કરવામાં ૬ થી ૭ વર્ષનો સમય વીતી ગયો છે વૈકલ્પિક બસ સ્ટેશનમાં મુસાફરો ત્રસ્ત બની ગયા હતા. આમાંથી મુકિત મળતા મુસાફર વર્ગમાં આનદં છવાયો છે અત્રે ઉલ્લ ેખનીય છે કે નવું બસ સ્ટેશન તો મળ્યું પણ વર્ષેાથી ચેમ્બર ઓફ કોમર્સ અમરેલી દ્રારા અમરેલી મુંબઈ બસ ટની માંગણી કરવામાં આવેલ છે જે હજુ સંતોષાયેલ નથી તેમ જ જિલ્લ ા કક્ષાનું બસ મથક હોય રાત્રિના નવ પછી પૂછપરછ ઓફિસ શ રાખવા પણ માગણી કરવામાં આવેલ છે પૂછપરછ રાત્રીના ૯–૦૦ વાગે બધં થઈ જાય છે બસ વ્યવહાર રાત્રીના પણ શ રહેતો હોય જે અંગે કંટ્રોલ ઓફિસ પણ રાત્રિના શ રાખવા માટે માંગણી કરવામાં આવી છે જે સંતોષાય તે પણ જરી છે.અમરેલી જિલ્લ ામાં ખાતમુહર્ત અને લોકાર્પણ સમારોહ સહિતના કાર્યક્રમ યોજાનાર છે અમરેલી જિલ્લ ામાં રાજુલા, જાફરાબાદ, ધારી, સાવરકુંડલા તેમજ અમરેલી શહેરમાં લોકાર્પણ તેમજ ખાતમુહતના કાર્યક્રમો ગોઠવ્યા છે મુખ્યમંત્રી સવારે ૯–૦૦ કલાકે એરપોર્ટથી સીધા જ નાગનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા જશે ત્યારબાદ રાજમહેલમાં એક કાર્યક્રમ પૂર્ણ કરી બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે અને ત્યાં સભાને સંબોધશે. શહેરના લાલાવદર રોડ ઉપર સ્પોર્ટ સંકુલનું લોકાર્પણ કરશે તેમજ સીટી પોલીસ લાઈનમાં નવા કવાર્ટરનું પણ ઇ–લોકાર્પણ કરશે ત્યારબાદ અમરેલીના લાઠી બાયપાસ રોડ થઈ સાવરકુંડલા અને ત્યાંથી રાજુલા જશે અને રાજુલાથી હેલિકોપ્ટર દ્રારા ધારી જશે ધારીમાં નવી ડીવાયએસપી ઓફિસ, પોલીસ લાઈન કવાર્ટર નું ઉદઘાટન અને આંબરડી પાર્ક ખાતે ઓપન જીપમાં નિરીક્ષણ કરશે આંબરડી પાર્ક ખાતેથી બાય રોડ અમરેલી આવવા રવાના થશે. બાયપાસ રોડે અમરેલીના એરપોર્ટ ઉપર પહોંચશે અને ત્યાંથી સાંજે નિયત સ્થળ ઉપર જવા રવાના થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech