અમિત શાહ–પ્રિયંકા ગાંધી ગુજરાતમાં: ચૂંટણીમાં ગરમાવો: ગૃહમંત્રીનો વડોદરામાં યોજાશે રોડ–શો

  • April 27, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી તારીખ ૭ મેના રોજ યોજનારી લોકસભાની ગુજરાતની ૨૬ માંથી ૨૫ બેઠકોની ચૂંટણીમાં અત્યાર સુધી પ્રચારના મામલે ભાજપ કોંગ્રેસના રાષ્ટ્ર્રીય નેતાઓ દૂર રહ્યા હતા. પરંતુ આજથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કોંગ્રેસના રાષ્ટ્ર્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવતાની સાથે જ વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.

આગામી દિવસોમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહત્પલ ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્ર્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, કનૈયા કુમાર, અલકા લાબા સહિતનાઓ ચૂંટણી પ્રચારમાં આવવાના છે.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ આજે સવારે જામકંડોરણા ખાતે આવી પહોંચ્યા હતા અને કુમાર છાત્રાલયમાં યોજાયેલી સભાને તેમણે સંબોધન કયુ હતું. અમિતભાઈ શાહની બીજી સભા ભચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અંકલેશ્વર રાજપીપળા હાઇવે પર આવેલા ખડોલી ગામે બપોરે ૨:૦૦ વાગે યોજવામાં આવી છે. સાંજે ચાર વાગે ગોધરામાં પંચામૃત ડેરી પાસે આવેલા ઓપન ગ્રાઉન્ડમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે છ વાગ્યે વડોદરાના આકોટા નજીક રાવપુરામાં આવેલા રણમુકતેશ્વર મહાદેવ મંદિરથી માર્કેટ ચાર રસ્તા સુધીનો રોડ યોજવામાં આવશે.

ખૂબ લાંબા સમય બાદ પ્રિયંકા ગાંધી ગુજરાત પ્રવાસે આવયા હોવાથી કોંગ્રેસના આગેવાનોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.પ્રિયંકા ગાંધી પાંચ વર્ષ બાદ ગુજરાત આવ્યા છે.પ્રિયંકા ગાંધી છેલ્લે માર્ચ ૨૦૧૯માં સી ડબલ્યુસી ની બેઠકમાં ભાગ લેવા ગુજરાત આવયા હતા.ગુજરાતમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઉમેદવારો પ્રચારમાં બરાબરનું જોર લગાવી રહ્યા છે. તો બીજા તબક્કાના મતદાન બાદ ગુજરાતમાં કોંગ્રેસ પ્રચડં પ્રચાર કરશે. ગુજરાતના ચૂંટણી રણમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રચાર કાર્યક્રમોને આખરીઓપ આપવામાં આવ્યો છે જેમા આજે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધી સભા ગજવવાના છે. આજે વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવાર અનતં પટેલ માટે પ્રચાર કરવાના છે. તેઓ ધરમપુરના દરબાર ગઢ કમ્પાઉન્ડનમાં જાહેરસભા કરવાના છે. ખૂબ લાંબા સમય બાદ પ્રિયંકા ગાંધી ગુજરાત પ્રવાસે આવવાના છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ગુજરાતમાં પ્રિયંકાની આ પહેલી જાહેર સભા છે. વલસાડ બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ રહેલુ છે.


મહત્વનું છે કે ગુજરાતના ચૂંટણી મેદાનમા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રચાર કરવાના છે. જેમા રાહત્પલ ગાંધી, મલ્લિ કાર્જુન ખરગે, સચિન પાયલોટ સહિતના નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવશે. ૨૯ એપ્રિલે રાહત્પલ ગાંધી પાટણમાં ચૂંટણી સભા યોજશે. તા.૨૮ એપ્રિલે અભિષેક મનુ સિંઘવી ગુજરાતની મુલાકાતે આવશે.


રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ પણ ગુજરાતમાં કરશે પ્રચાર.ઉપરાંત પવન ખેરા, સુપ્રીયા શુલે સહિતના નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે. કોંગ્રેસના યુવા નેતા કનૈયાકુમાર પણ ગુજરાતમાં ચૂંટણીસભા સંબોધશે.
વલસાડ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનતં પટેલના પ્રચારમાં કોંગ્રેસના રાષ્ટ્ર્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી ની સભા આજે સવારે ધરમપુર ખાતે દરબારગઢ કમ્પાઉન્ડમાં યોજવામાં આવી હતી અને તેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક, પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ સહિતનાઓ હાજર રહ્યા હતા


અમિત શાહની રાજકોટની ટ્રાન્ઝીટ વિઝીટ છેલ્લી ઘડીએ રદ: સીધા જામકંડોરણા પહોંચ્યા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે સવારે રાજકોટના હીરાસર એરપોર્ટ પર આવી ત્યાંથી હેલિકોપ્ટરમાં જવાના હતા. આજે સવારે એકાએક તેમના આ કાર્યક્રમમાં ફેરફાર થયો હતો અને રાજકોટની ટ્રાન્ઝીટ વિઝીટ કેન્સલ કરીને ગૃહ મંત્રી સીધા જ અમદાવાદથી જામકંડોરણા હેલિકોપ્ટરમાં પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રીની રાજકોટની મુલાકાતને ધ્યાનમાં રાખી કલેકટર અને પોલીસ તત્રં દ્રારા તૈયારીઓ કરવામાં આવી હતી પરંતુ છેલ્લી ઘડીએ ફેરફાર થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application